________________
તે તે કાર્યની પ્રત્યે દૈવ અને પુરુષાર્થ એકને જ કારણ મનાય છે. પરંતુ તેની સાથે અનુક્રમે પુરુષાર્થ અને દેવ હોવા છતાં તેને કારણે માનતા નથી.
આથી સમજી શકાશે કે સદ્ અને અસદ્દવિદ્યમાન અને અવિદ્યમાન)માં કોઈ વિશેષ નથી. જેમ વિદ્યમાન પણ કારણ નથી; તેમ અવિદ્યમાન પણ કારણ નથી. આ રીતે સમાં અર્થક્રિયાકારિત્વસ્વિકાર્યકરવાપણું) ન હોવાથી સત્ પણ અસદુ જ છે. કારણ કે “અર્થક્રિયાકારિત્વ' એ વસ્તુનું વાસ્તવિક લક્ષણ છે. તેથી તે તે દૈવાદિકારણથી થનારાં તે તે કાર્યની પ્રત્યે દૈવાદિ જ કારણ છે, તેની સાથે રહેનારાં પુરુષાર્થાદિ કારણ નથી. સત્ પણ અસત્ છે - એ પ્રમાણે સરિ નાકૃતમ્ અહીં સપિ પદથી જણાવ્યું છે. II૧૭-all નિશ્ચયનયની અપેક્ષાએ દૈવ અને પુરુષકારમાં નિરપેક્ષકારણતાનું જ સમર્થન કરાય છે–
विशिष्य कार्यहेतुत्वं द्वयोरित्यनपेक्षयोः ।
अवय॑सन्निधि त्वन्यदन्यथासिद्धिमञ्चति ॥१७-४॥ विशिष्येति इत्येवमनपेक्षयोर्द्वयोर्दैवपुरुषकारयो विशिष्य तत्तद्व्यक्तौ कार्यहेतुत्वम् । अन्यत्तु अवय॑सन्निधि अवर्जनीयसन्निधिकं सत् पटादौ कार्ये दैवागतरासभवदन्यथासिद्धिमञ्चति प्राप्नोति । इत्थं च व्यवहारवादिनाऽन्यथासिद्धत्वादपि अन्यस्य कारणत्वं दुर्वचमिति भावः ।।१७-४।।
“આ રીતે દૈવ અને પુરુષકાર - બંન્ને પરસ્પર નિરપેક્ષપણે તે તે કાર્યવિશેષની પ્રત્યે કારણ છે. એકની સાથે બીજાનું સંનિધાન ટાળી શકાતું નથી. તેથી તો તે અન્યથાસિદ્ધિને પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે તે વ્યક્તિ(સ્વરૂપ કાર્યની પ્રત્યે દૈવ અને પુરુષાર્થ(પુરુષકાર)ને સ્વતંત્ર કારણ મનાય છે. અર્થાત્ દૈવજન્ય કાર્યવિશેષની પ્રત્યે દેવ કારણ છે અને તેવી જ રીતે પુરુષકારજન્ય કાર્યવિશેષની પ્રત્યે પુરુષકાર કારણ છે. આ રીતે વિશેષ સ્વરૂપે દેવ અને પુરુષકારનો તે તે કાર્યની પ્રત્યે કાર્યકારણભાવ છે.
યદ્યપિ દૈવથી અને પુરુષકારથી થનાર છે તે કાર્યની પૂર્વે અનંતરક્ષણમાં દેવ અને પુરુષકારની સાથે અનુક્રમે પુરુષકાર અને દૈવનું અસ્તિત્વ હોવાથી તેને પણ તે તે કાર્યની પ્રત્યે કારણ માનવાં જોઇએ; પરંતુ આ રીતે કારણની સાથે જેનું સંનિધાન અવર્જનીય હોય છે તેને અન્યથાસિદ્ધ મનાય છે. પટાદિ કાર્યસ્થળે ભાગ્યયોગે(અકસ્મા) આવી ચઢેલા રાસ(ગધેડો)ને પટાદિ કાર્યની પ્રત્યે કારણ માનવામાં આવતો નથી; પણ અન્યથાસિદ્ધ મનાય છે. તેમ અહીં પણ તે તે કાર્યની પ્રત્યે દૈવાદિની સાથે અવશ્ય રહેનાર પુરુષકારાદિને અન્યથાસિદ્ધ મનાય છે. આ રીતે વિચારવામાં આવે તો વ્યવહારનયની માન્યતા ધરનારે એક(વિશેષ) કાર્યની પ્રત્યે દૈવાદિની સાથે રહેનારા પુરુષકારાદિને, તે અન્યથાસિદ્ધ હોવાથી કારણ માનવાનું શક્ય
એક પરિશીલન