________________
કાર્યની પ્રત્યે હેતુ તરીકે સિદ્ધિ થાય છે. અર્થાતુ પોતપોતાના કાર્યની પ્રત્યે પોતે જ કારણ છે, પોતાને છોડીને બીજું કોઈ કારણ નથી - એમ સિદ્ધ થાય છે. તેથી નિશ્ચયનયની અપેક્ષાએ જે કાર્ય (અર્થાદિની પ્રાપ્તિ) દૈવકૃત છે; એમાં દૈવ જ કારણ છે, પુરુષકાર પણ નહીં. તેમ જ જે કાર્ય (મોક્ષાદિની પ્રાપ્તિ) પુરુષાર્થકૃત(પુરુષકારકૃત) છે; એમાં પુરુષકાર જ કારણ મનાય છે, દૈવ પણ નહીં. આ રીતે પરસ્પરનિરપેક્ષપણે સ્વ-સ્વકાર્યની પ્રત્યે સ્વ-સ્વ(દેવ-પુરુષકાર)ની કારણ તરીકે સિદ્ધિ થાય છે. ll૧૭-રા
अत्रैव युक्तिमाह
નિશ્ચયનયની અપેક્ષાએ દેવ અને પુરુષકારને પોતપોતાના કાર્યની પ્રત્યે નિરપેક્ષ કારણ જે યુક્તિથી મનાય છે તે યુક્તિને જણાવાય છે–
सापेक्षमसमर्थं हीत्यतो यदव्याप्तं यदा ।
तदा तदेव हेतुः स्यादन्यत्सदपि नादृतम् ॥१७-३॥ सापेक्षमिति-'सापेक्षं ह्यसमर्थम्' इत्यतो न्यायाद् दैवपुरुषकारयोर्मध्ये यद् यदा व्यापृतं, तदा तदेवाधिकृतकार्य हेतुः स्यात्, कुर्वदूपस्यैव कारणत्वाद् । अन्यत् सदपि नादृतं नाभ्युपगतम् । अनेनासदविशेषाद्वस्तुतोऽर्थक्रियाकारित्वमेव वस्तुनो लक्षणमिति तद्विरहादसदेवान्यदित्यप्यर्थः ॥१७-३।।
“સાપેક્ષ અસમર્થ છે; તેથી જે, જે વખતે કાર્યવિશેષની પ્રત્યે વપરાય છે; તે, તે વખતે તે કાર્યવિશેષની પ્રત્યે હેતુ મનાય છે. તે વખતે તેની સાથે બીજાં હોવા છતાં તેને કારણ માનવામાં આવતાં નથી.”- આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ કાર્યની પ્રત્યે એક કારણને બીજા કારણની અપેક્ષા હોય તો તેને સાપેક્ષ કહેવાય છે અને સાપેક્ષમસમર્થન આ ન્યાયથી તેને અસમર્થ અર્થાત્ કાર્ય કરવામાં અનુપયોગી મનાય છે.
આવી જ રીતે દૈવ અને પુરુષકાર, બંન્નેને કાર્ય કરવામાં એકબીજાની અપેક્ષા હોય તો બંન્ને અસમર્થ બને છે. તેથી જે વખતે જે કાર્યવિશેષની પ્રત્યે જે ઉપયોગી બને છે તેને જ તે કાર્યની પ્રત્યે નિરપેક્ષ રીતે કારણ માનવામાં આવે છે. કારણ કે કાર્ય કરનાર જ કારણ હોય છે. તે વખતે તેની સાથે જે વિદ્યમાન છે તે હોવા છતાં તેને કારણ તરીકે માનવામાં આવતું નથી. જે કાર્ય દૈવયોગે થતું હોય છે, તેની પ્રત્યે દૈવને જ કારણ મનાય છે. પરંતુ તે વખતે પુરુષકાર હોવા છતાં તેને કારણે માનતા નથી. તેમ જ જે કાર્ય પુરુષાર્થયોગે થતું હોય છે તેની પ્રત્યે પુરુષકારને જ કારણ મનાય છે. પરંતુ તે વખતે દેવ હોવા છતાં તેને કારણે માનતા નથી. કારણ કે વિદ્યમાન એવા પુરુષકારને અને દેવને તે તે કાર્યની પ્રત્યે કારણ માનવામાં આવે તો તે તે કાર્ય કરતી વખતે અનુક્રમે દેવને અને પુરુષકારને પુરુષકારની અને દેવની અપેક્ષા છે એમ માનવું પડે અને તેથી સાપેક્ષને અસમર્થ માનવાનો પ્રસંગ આવશે. તેના નિવારણ માટે
દેવપુરુષકાર બત્રીશી
૩૮