________________
“પહેલી ચાર દૃષ્ટિઓ મિથ્યાર્દષ્ટિઓને હોય છે. તે અપાયસહિત અને ચાલી જવાવાળી હોય છે. ત્યાર પછીની છેલ્લી ચાર દૃષ્ટિઓ તાત્ત્વિક રીતે અપાય વિનાની ભિન્નગ્રંથિક આત્માઓને હોય છે.” – આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે મિત્રા તારા બલા અને દીપ્રા : આ ચાર દૃષ્ટિઓ આ જગતમાં મિથ્યાદૃષ્ટિઓને હોય છે. દુર્ગતિગમનમાં કારણભૂત કર્મના બળે તેમાં(દુર્ગતિગમનમાં) નિમિત્ત બનવાથી આ ચારેય દૃષ્ટિઓ અપાયવાળી (અપાયસહિત) છે અને કર્મની વિચિત્રતાના કારણે એ દૃષ્ટિઓ જતી રહેતી હોવાથી પાતસહિત હોય છે. આ ચારેય દૃષ્ટિઓ અવશ્ય પડવાના સ્વભાવવાળી જ હોય છે એવું નથી. કારણ કે ઉત્તર ચાર દૃષ્ટિઓમાં આ ચાર દૃષ્ટિઓ પરિણમનારી હોય છે. મિત્રાદિ દૃષ્ટિઓ અવશ્ય પતન પામનારી હોય તો તે સ્થિરાદિ દષ્ટિઓ રૂપે ક્યારેય નહીં થાય. તેથી મિત્રાદિ ચાર દષ્ટિઓ સપાત જ છે એવું નથી. વિચત્ કર્મની વિચિત્રતાએ તે પતન પામનારી હોવાથી સપાત પણ છે.
સ્થિરા કાંતા પ્રભા અને પરા દૃષ્ટિ તો જેમણે ગ્રંથિભેદ કર્યો છે એવા આત્માઓને જ હોય છે. તાત્ત્વિક રીતે (૫૨માર્થથી) તે દૃષ્ટિઓ અપાયથી રહિત છે. સ્થિરાદષ્ટિને પ્રાપ્ત કર્યા પછી પણ શ્રેણિક મહારાજાદિને જે અપાય(નરકગમનાદિ)પ્રાપ્ત થયા તે, સ્થિરાદિદૃષ્ટિઓની પ્રાપ્તિના અભાવકાળમાં ઉપાત્ત અશુભ કર્મના સામર્થ્યના કારણે થયા હતા. સ્થિરાદિ દૃષ્ટિના કારણે એ અપાય પ્રાપ્ત થયા ન હતા. આવા અપાયનીવિદ્યમાનતામાં પણ તેમની સદ્દષ્ટિઓનો વિઘાત(નાશ) થયો ન હોવાથી વસ્તુતઃ એ અપાય અનપાય જ છે. વજ્રના ચોખા ગમે તેટલા રાંધીએ તોય તેનો પાક થતો ન હોવાથી ત્યાં જેમ વસ્તુતઃ પાક હોવા છતાં પાક નથી. તેની જેમ અહીં પણ શારીરિક દુઃખ હોવા છતાં શ્રેણિકમહારાજાદિના આશયમાં કોઇ વિકૃતિ આવી ન હતી. અહીં આ રીતે અપાયસહિતત્વ હોવા છતાં નિરપાયત્વનું જે રીતે નિરૂપણ છે તેમાં યોગાચાર્યે જ પ્રમાણભૂત છે... ઇત્યાદિ વિચારવું જોઇએ. આ વિષયમાં યોગદૃષ્ટિસમુચ્ચયના શ્લોક નં.૧૯થી જણાવ્યું છે કે – “પહેલી ચાર દૃષ્ટિઓ સંભાવનાની અપેક્ષાએ પ્રતિપાતવાળી છે. તેવી છેલ્લી ચાર દૃષ્ટિઓ નથી. પ્રતિપાતને લઇને પહેલી આ ચાર દૃષ્ટિઓ જ અપાયવાળી છે. છેલ્લી ચાર દૃષ્ટિઓ પ્રતિપાતના કારણે અપાયવાળી નથી...” ઇત્યાદિ યોગદૃષ્ટિસમુચ્ચયથી સમજી લેવું જોઇએ. ૨૦-૨૮॥
-
ઉપર જણાવ્યા મુજબ સ્થિરાદિ દૃષ્ટિઓ પ્રતિપાતાદિથી રહિત છે તો ભવાંતરમાં ચારિત્રાદિ ફળનો અભાવ કેમ થાય છે ? કારણ કે કારણની વિદ્યમાનતામાં કાર્યનો અભાવ સંગત નથી. તેથી કાર્યના અભાવે તેના કારણભૂત દૃષ્ટિનો પણ અભાવ માનવો જોઇએ... આ શંકાનું સમાધાન કરવા માટે જણાવાય છે—
૧૬૬
प्रयाणभङ्गाभावेन, निशि स्वापसमः पुनः । विघातो दिव्यभवतश्चरणस्योपजायते ।।२०- २९।।
યોગાવતાર બત્રીશી