SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમોદિત ત્રણ ભેદ છે. તેનાં કારણ ક્રોધ લોભ અને મોહ છે. અર્થાત્ તે વિતર્કો ક્રોધાદિપૂર્વકના છે. અને તે નવ વિતર્કો મૃદુ મધ્ય અને અધિમાત્ર ધર્મવાળા હોય છે. યોગસૂત્ર નં. ૨-૩૪ના પ્રકૃતોપયોગી અંશનો જ અહીં ઉલ્લેખ છે. સ્વરૂપ, કારણ, પ્રકાર અને ધર્મને આશ્રયીને વિતર્કોનું નિરૂપણ અહીં કર્યું છે. લોભ, ક્રોધ અને મોહપૂર્વક વિતર્ક હોય છે : આ જણાવવા સ્રોમોધમો પૂર્વાઃ... આ પ્રમાણે સૂત્રમાં ક્રમનો વ્યત્યય કરીને જણાવ્યું હોવા છતાં સ્વપરવિભાગપૂર્વકના ક્રોધ અને લોભ હોવા છતાં તે મોહમૂલક હોવાથી અહીં મોહનું પ્રાધાન્ય છે - એ પ્રમાણે કહે છે. મૃદુ મધ્ય અને અધિમાત્ર દરેકના પણ મૃદુ મધ્ય અને અધિમાત્ર : આ ત્રણ ભેદ માનીએ તો મૃદુમૃદુ મધ્યમૃદુ અને અધિમાત્ર મૃદુ... ઇત્યાદિ રીતે મૃદુ વગેરેના નવ ભેદ થવાથી ૮૧ ભેદ વિતર્કના થાય છે... એમ કેટલાક કહે છે. એ મુજબ જીવાદિની અપેક્ષાએ વિચારીએ તો અસંખ્યભેદો પણ વિતર્કના વિચારી શકાય. ૨૧-૪ ફળની અપેક્ષાએ વિતર્કોનું નિરૂપણ કરાય છે— दुःखाज्ञानानन्तफला, अमी इति विभावनात् । प्रकर्षं गच्छतामेतद्यमानां फलमुच्यते ॥२१-५॥ दुःखेति - दुःखं प्रतिकूलतयाऽवभासमानो राजसश्चित्तधर्मः, अज्ञानं मिथ्याज्ञानं संशयविपर्ययादिरूपं, ते अनन्ते अपरिच्छिन्ने फलं येषां ते तथोक्ता अमी वितर्का इति विभावनान्निरन्तरं ध्यानात् प्रकर्षं गच्छतां यमानामेतद्वक्ष्यमाणं फलमुच्यते ॥ २१-५ ।। “દુઃખ અને અજ્ઞાન સ્વરૂપ અનંત ફળને આપનારા આ હિંસાદિ વિતર્કો છે - આ પ્રમાણે વિભાવન કરવાથી; યમના પ્રકર્ષને પામનારાને આ(હવે જણાવાશે તે) ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ તેમના આ ફળને કહેવાય છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સમજી શકાય છે કે વિતર્કસ્વરૂપ હિંસાદિને આચરનારાદિને અપરિચ્છિન્ન (જેની કલ્પના ના કરી શકાય એવું) - અનંત દુઃખ અને અજ્ઞાન સ્વરૂપ ફળ પ્રાપ્ત થાય છે. પ્રતિકૂળ - સ્વરૂપે જણાતો, રજોગુણની અધિકતાથી ઉત્પન્ન જે ચિત્તનો રાજસ ધર્મ છે; તેને દુઃખ કહેવાય છે અને સંશય વિપર્યય તથા અનધ્યવસાય સ્વરૂપ મિથ્યાજ્ઞાનને અજ્ઞાન કહેવાય છે. આવા અનંતફળને આપનારા એ વિતર્કો છે - એ પ્રમાણે જેઓ નિરંતર ધ્યાનમાં રાખે છે, તેઓ ઉત્તરોત્તર અહિંસાદિરૂપ યમના પ્રકૃષ્ટ ભાવને પામે છે, જેથી હવે પછી વર્ણવવામાં આવનાર એવા ફળની તેમને પ્રાપ્તિ થાય છે. ।।૨૧-૫।। પ્રકૃષ્ટભાવવાળા યમના ફળને જણાવાય છે—– એક પરિશીલન वैरत्यागोऽन्तिके तस्य फलं चाकृतकर्मणः । रत्नोपस्थानसद्वीर्यलाभो जनुरनुस्मृतिः ।।२१-६ ।। ૧૭૭
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy