________________
वैरेति-तस्याहिंसाभ्यासवतोऽन्तिके सन्निधौ वैरत्यागः सहजविरोधिनामाप्यहिनकुलादीनां हिंसत्वपरित्यागः । तदुक्तं-(अहिंसाप्रतिष्ठायां) “तत्सन्निधौ वैरत्यागः” [२-३५] । सत्याभ्यासवतश्चाकृतकर्मणोऽविहितानुष्ठानस्यापि फलं तदर्थोपनतिलक्षणं । क्रियमाणा हि क्रिया यागादिकाः फलं स्वर्गादिकं प्रयच्छन्ति अस्य तु सत्यं तथा प्रकृष्यते, यथाऽकृतायामपि क्रियायां योगी फलमाश्रयते, तद्वचनाच्च यस्य कस्यचित् क्रियामकुर्वतोऽपि फलं भवतीति । तदाह-"(सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम्” [२-३६] अस्तेयाभ्यासवतश्च रलोपस्थानं तत्प्रकर्षान्निरभिलाषस्यापि सर्वतोदिकालानि रत्नान्युपतिष्ठन्त इत्यर्थः । बहाचर्याभ्यासवतश्च सतो निरतिशयस्य वीर्यस्य लाभः, वीर्यनिरोधो हि ब्रह्मचर्यं, तस्य प्रकर्षाच्च वीर्यं शरीरेन्द्रियमनःसु प्रकर्षमागच्छतीति । अपरिग्रहाभ्यासवतश्च जनुष उपस्थितिः “कोऽहमासं ? कीदृशः ? किंकार्यकारी' इति जिज्ञासायां सम्यग्जानातीत्यर्थः । न केवलं भोगसाधनपरिग्रह एव परिग्रहः किं त्वात्मनः शरीरपरिग्रहोऽपि तथाभोगसाधनत्वाच्छरीरस्य, तस्मिन् सति रागानुबन्धादबहिर्मुखायामेव प्रवृत्तौ न तात्त्विकज्ञानप्रादुर्भावः । यदा पुनः शरीरादिपरिग्रहनैरपेक्ष्येण माध्यस्थ्यमवलम्बते तदा मध्यस्थस्य रागादित्यागात् सम्यग्ज्ञानहेतुर्भवत्येव पूर्वापरजन्मसम्बोध इति तदाह-(अपरिग्रहस्थैर्य) जन्मकथन्ताસન્ડ્રોધઃ” રૂતિ રિ-રૂ] /ર૦-દ્દી
“અહિંસાદિ અભ્યાસવાળા યોગીની પાસે રહેનારાને અનુક્રમે વૈરનો ત્યાગ; યોગી જેને જે કહે, તેને ક્રિયા ન કરવા છતાં તે ફળની પ્રાપ્તિ, યોગીને દિવ્યરત્નોની પ્રાપ્તિ, વીર્યનો લાભ અને જન્મનું અનુસ્મરણ પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ અહિંસાદિ પાંચ યમમાં જે પ્રકૃષ્ટ ભાવને પામ્યા છે તે યોગીને અહિંસાના અભ્યાસના કારણે બીજાને અહિંસાભાવને પ્રાપ્ત કરાવવાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ યોગીની પાસે સ્વાભાવિક વિરોધવાળા સર્પનકુલાદિ જીવો આવે તો યોગીના સાંનિધ્યમાં તેઓ વૈરનો ત્યાગ કરનારા બને છે. આ વાતને જણાવતાં યોગસૂત્રમાં (૨-૩૫) જણાવ્યું છે કે અહિંસા આત્મામાં સિદ્ધ થયે છતે તે યોગીના સાંનિધ્યમાં નિત્યવૈરવાળા જીવો પણ વૈરભાવનો ત્યાગ કરે છે.
સત્યસ્વરૂપ યમના પ્રકર્ષભાવને પામેલા આત્માઓને વચનસિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. સત્યના અભ્યાસવાળા આ યોગી પુરુષો જે આત્માને જે પણ સારું કે ખરાબ થશે – એમ કહે ત્યારે તે સારા કે ખરાબ ફળને અનુકૂળ ક્રિયા કર્યા વિના પણ તે આત્માને, તે સારા કે ખરાબ ફળની પ્રાપ્તિ થતી હોય છે. સામાન્ય રીતે કરાતી એવી યજ્ઞ-યાગાદિની ક્રિયાઓ સ્વર્ગાદિ ફળને આપનારી બને છે. પરંતુ અભ્યસ્ત છે સત્ય જેને એવા આ યોગીનું સત્ય તો એવા પ્રકર્ષને પામ્યું છે કે જેથી યજ્ઞયાગાદિની ક્રિયા કર્યા વિના પણ યોગીના વચનમાત્રથી તે તે ફળને, જીવો પ્રાપ્ત કરે છે. આ વાત યોગસૂત્રમાં (૨-૩૬) જણાવી છે. તેનો આશય એ છે કે - યોગીના આત્મામાં સત્ય પ્રતિષ્ઠિત થયે છતે તે તે યજ્ઞયાગાદિ ક્રિયાના તે તે સ્વર્ગાદિ ફળનું આશ્રયત્વ, યોગીના
મિત્રા બત્રીશી
૧૭૮