________________
કાર્યને આશ્રયીને પ્રયત્નથી કર્મનો બાધ થતો નથી. આ વાતને જણાવતાં યોગબિંદુમાં જણાવ્યું છે કે “સુખ-દુઃખાદિ ફળની પ્રત્યે, અનિયત-સ્વભાવવાળું ભિન્ન ભિન્ન પ્રકારવાળું જે કર્મ છે, તે અહીં પ્રયત્નથી બાધ્ય બને છે; જે કાષ્ઠાદિની પ્રતિમાની યોગ્યતા જેવું છે.” I૧૭-૨વા
अत्र दृष्टान्तदा न्तिकयोर्बाधकतैक्यं शब्दसाम्यादेव विकारनाशसाधारणरूपान्तरपरिणत्यैव वेत्यभिप्रायवानाह
અહીં દેવ અને પુરુષકાર : બંન્નેની પરસ્પર બાધ્ય-બાધકતાના વિચારમાં, દષ્ટાંત (પ્રતિમાની યોગ્યતા) અને દાષ્ટબ્લિક(કર્મ-દેવ)ની બાધકતાનું સામ્ય શબ્દના સામ્યથી જ છે અથવા વિકાર અને નાશ : ઉભયસાધારણ રૂપાંતર સ્વરૂપ પરિણતિને લઈને જ છે, એ અભિપ્રાયથી જણાવાય છે–
प्रतिमायोग्यतानाशः, प्रतिमोत्पत्तितो भवेत् ।
कर्मणो विक्रिया यत्नाद्, बाध्यबाधकतेत्यसौ ॥१७-२१॥ प्रतिमेति-प्रतिमोत्पत्तितः प्रतिमायोग्यताया नाश एव बाधो भवेत् । कर्मणो यलाद्विक्रिया अधिकृतफलजननशक्तिभङ्गलक्षणा बाध इत्यसौ बाध्यबाधकता । एतेन प्रतिमया तद्धेतुयत्नेन वा तद्योग्यताबाधे तदुत्पत्तिवत् कर्मयोग्यताबाधेऽपि तत्फलोत्पत्तिप्रसङ्ग इति निरस्तम्, उपादानस्यैव स्वनाशाभिन्नफलोत्पत्तिनियतत्वात् । कर्मयोग्यतायास्तु सुखदुःखादिनिमित्तत्वाद्दण्डनाशे घटस्येव तन्नाशे फलस्याસન્મવદ્વિતિ દ્રષ્ટવ્યમ્ I9૭-૨ા
“પ્રતિમાની ઉત્પત્તિના કારણે પ્રતિમાની યોગ્યતાનો નાશ થાય છે અને પ્રયત્નના કારણે કર્મની વિક્રિયા થાય છે. આ બાધ્ય-બાધકતા છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે પ્રતિમાની ઉત્પત્તિ થવાથી કાઠમાં રહેલી પ્રતિમાની યોગ્યતાનો જે નાશ થાય છે તે જ બાધ છે. કાર્યની ઉત્પત્તિ થવાથી તેની પૂર્વેના અનાદિકાલીન પ્રાગભાવનો નાશ થાય : એ સમજી શકાય છે. આવી જ રીતે પ્રયત્નથી, વિવક્ષિત ફળને ઉત્પન્ન કરનારી કર્મમાં રહેલી શક્તિનો જે ભંગ થાય છે, તે ભંગસ્વરૂપ જ કર્મની વિક્રિયાને કર્મનો બાધ કહેવાય છે. તેથી આ બાધ્યબાધકતા(બાધ્યબાધકભાવ) છે. દષ્ટાંત અને દાષ્ટન્તઃ બંન્નેમાં આ રીતે બાધ શબ્દના સામ્યના કારણે ઐક્ય છે, બીજી રીતે નહિ.
તેથી, “પ્રતિમાના કારણે અથવા તેના કારણભૂત પ્રયત્નના કારણે પ્રતિમાની યોગ્યતાનો બાધ થયે છતે જેમ પ્રતિમાની ઉત્પત્તિ થાય છે, તેમ કર્મની યોગ્યતાનો બાધ થયે છતે કર્મથી જન્ય એવા ફળની ઉત્પત્તિનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણેના કથનનું નિરાકરણ થાય છે. ઉપાદાન(સમાયિ)કારણ જ પોતાના નાશથી અભિન્ન એવી ફલોત્પત્તિની પ્રત્યે નિયત (વ્યાપક) છે. નિમિત્તકારણ માટે એવો નિયમ નથી. સુખદુઃખાદિની પ્રત્યે કર્મની યોગ્યતા તો નિમિત્તકારણ
૫૬
દૈવપુરુષકાર બત્રીશી