________________
અને પુરુષકાર બંન્નેનો એકબીજાથી બાધિત થવાનો અને એકબીજાનો બાધ કરવાનો સ્વભાવ હોય તો જ કાલાદિ સહાયકની અપેક્ષાએ દૈવાદિ ઉપઘાત્ય કે ઉપઘાતક વાસ્તવિક રીતે થઈ શકે છે.
દૈવ અને પુરુષાર્થ બંન્નેનો પરસ્પર બાધ્ય તેમ જ બાધક બનવાનો સ્વભાવ જ ન હોય તો બળવાન હોય કે ન હોય તોપણ તે ઉપઘાત્ય કે ઉપઘાતક બની શકશે નહીં. દ્રવ્ય, ક્ષેત્ર કે કાળ વગેરે સહકારી કારણોનો ગમે તેટલો સહકાર પ્રાપ્ત થાય તોપણ તંતુનો ઘટોત્પાદક સ્વભાવ ન હોવાથી તંતુથી જેમ ઘટ થતો નથી તેમ દૈવાદિનો તેવો બાધ્ય-બાધક-સ્વભાવ ન હોય તો કોઈ પણ રીતે તેનો ઉપઘાત અને અનુગ્રહ નહીં થાય. તેથી દૈવ અને પુરુષકાર : બંન્નેનો બાધ્યબાધકસ્વભાવ માનવો જોઈએ. જેથી વિના વિરોધે સદ્ભક્તિથી એ બંન્નેમાં પરસ્પર ઉપઘાત્યઉપઘાતકભાવ સંગત થાય છે. ૧૭-૧૯ો. દૈવ અને પુરુષકારના પરસ્પર બાધ્યબાધકભાવને આશ્રયીને બીજી રીતે જણાવાય છે
प्रतिमायोग्यतातुल्यं, कर्मानियतभावकम् । વાધ્યમg: પ્રયત્નન, સૈવ પ્રતિમત્યપ |9૭-૨૦
प्रतिमेति-प्रतिमायोग्यतया तुल्यं सदृशं कर्म फलजननं प्रत्यनियतभावं, फलजनननियतिमतोऽबाध्यत्वात् । प्रयत्नेन बाध्यं निवर्तनीयं । सैव प्रतिमायोग्यतैव प्रतिमयेत्यप्याहुराचार्याः । अपिः कर्मणो बाधने पुरुषकारस्य तत्फलजनननियत्यभावनियतां नियतिं सहकारिणी समुच्चिनोति । तदिदमुक्तं“कर्मानियतभावं तु यत् स्याच्चित्रं फलं प्रति । तद्बाध्यमत्र दार्वादिप्रतिमायोग्यतासमम् ।।१।। ।।१७-२०।।
પ્રતિમાની યોગ્યતા જેવું અનિયતપણે ફળની પ્રત્યે કારણ બનનારું કર્મ, પ્રયત્નથી બાધ્ય બને છે. પ્રતિમાથી પ્રતિમાની યોગ્યતા જ બાધ્ય બને છે. આ પ્રમાણે પણ આચાર્યો કહે છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રતિમાની યોગ્યતાની જેમ ફળને ઉત્પન્ન કરવામાં કર્મ અનિયતભાવવાળું છે. ફળની પ્રત્યે નિયતભાવવાળું કર્મ હોય તો તે બાધ્ય નહીં બને. જે કર્મ ચોક્કસ નિયત સમયે પોતાના ફળને આપનારું છે, તે કર્મ કોઈ પણ રીતે ફળની પ્રત્યે બાધિત નહીં બની શકે. દરેક કાષ્ઠમાં પ્રતિમા થવાની યોગ્યતા હોવા છતાં ક્યારે કયા કાષ્ઠથી પ્રતિમા થવાની છે એ ચોક્કસ નથી, તેમ અનિયતભાવવાળું કર્મ છે. પ્રયત્નથી એવું કર્મ બાધ્ય બને છે અર્થાત્ સ્વજન્ય એવા ફળને ઉત્પન્ન કરવાથી નિવૃત્ત બને છે. પ્રતિમાથી જેમ પ્રતિમાની યોગ્યતા નિવૃત્ત થાય છે, તેમ પ્રયત્નથી અહીં કર્મ નિવૃત્ત થાય છે.
આ રીતે કર્મનો બાધ કરતી વખતે, તે ફળની ઉત્પત્તિની અનિયતતા(ગમે ત્યારે થવા સ્વરૂપ)ની વ્યાપક એવી જે નિયતિ(અનિયતપણે ચોક્કસ થવા સ્વરૂપ અવસ્થા) છે તે પુરુષકારને સહકારી કારણ બને છે. આથી સમજી શકાશે કે કર્મથી અનિયતપણે જે કાર્ય ચોક્કસ થવાનું છે એવા કાર્યની પ્રત્યે પ્રયત્ન કર્મને બાધ્ય કરે છે. જે કાર્ય ચોક્કસપણે(નિયત) કર્મથી થવાનું છે, તે
એક પરિશીલન