________________
अभिमानवशाद् वाऽयं, भ्रमो विध्यादिगोचरः ।
निविष्टबुद्धिरेकत्र, नान्यविषयमिच्छति ॥१७-८॥ अभिमानेति-यद्वाऽयं दैवकृतमिदं न पुरुषकारकृतमित्यादिर्व्यवहारो विध्यादिगोचरो विधिनिषेधविषयो भ्रमो विपर्यासोऽभिमानवशादहङ्कारदोषवशात् । यद्यस्मादेकत्र निविष्टबुद्धिरेकविषयोपरक्तग्रहणतीवाभिलाषो नान्यद्विषयमिच्छति । इत्थं चैकधर्मोत्कटजिज्ञासयैवापरधर्माग्रहश्योपपद्यत इति भावः । विपञ्चितोऽयमर्थ उपदेशपदप्रसिद्ध उपदेशरहस्येऽस्माभिः ।।१७-८।।
“અથવા “આ દેવકૃત છે અને પુરુષકારકૃત નથી' - આ વિધિનિષેધવિષયક વ્યવહાર અહંકારને લઇને થયો હોવાથી ભ્રમસ્વરૂપ છે. કારણ કે એક વિષયમાં બુદ્ધિ નિવિષ્ટ હોય તો ત્યારે તે બીજા વિષયને ઇચ્છતી નથી. અર્થાત્ ગ્રહણ કરતી નથી.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે, “આ દેવકૃત છે અને પુરુષકારકૃત નથી...” ઇત્યાદિ વ્યવહાર ઉપર જણાવ્યા મુજબ ઉત્કટ પુરુષકારકૃતત્વાભાવનું અવગાહન કરે છે – એમ જણાવીને તેની પ્રામાણિકતાને જણાવી. હવે પ્રકારમંતરે તે ભ્રમસ્વરૂપ છે તે જણાવાય છે. કારણ કે કાર્યમાત્રની પ્રત્યે દૈવ અને પુરુષકારનું સામર્થ્ય સમાન છે – એમ માનનાર વ્યવહારનય કોઈ પણ કાર્યમાં પુરુષકારકૃતત્વ નથી” એવા વ્યવહારને ઉચિત ના માને. તેથી વિધિ અને નિષેધ વિષયક એ વ્યવહાર, અહંકારસ્વરૂપ દોષના કારણે થયો હોવાથી આભિમાનિક ભ્રમાત્મક છે.
અહંકારનું કારણ પણ એ છે કે એક વાર બુદ્ધિ જે વિષયને તીવ્ર અભિલાષથી ગ્રહણ કરી તેમાં ઉપરક્ત બને છે ત્યારે તે વિષયને છોડીને બીજા વિષયને ગ્રહણ કરવા તત્પર બનતી જ નથી. આથી જ એક ધર્મની ઉત્કટ જિજ્ઞાસાના કારણે તેનાથી બીજા ધર્મનો ગ્રહ થતો નથી. આમાંથી જ આહાર્યજ્ઞાન ઉત્પન્ન થતું હોય છે, જે એક જાતિનો ભ્રમ જ હોય છે. જ્ઞાતાને ચોક્કસ ખબર હોય છે કે શંખ પીળો હોતો નથી. એમ છતાં “શ વીતત્વજ્ઞાન નાચતા આવી ઉત્કટ ઇચ્છાથી થતું શર્વઃ પતિઃ એવું જ્ઞાન જેમ પ્રમાણ મનાતું નથી તેમ દૈવ અને પુરુષકાર : બંન્ને, કાર્યમાત્રની પ્રત્યે સભાનપણે કારણ છે - એમ માનનારા અવિશેષગ્રાહી વ્યવહારનયની અપેક્ષાએ વિવુિં , ન પુરુષવારવૃતમ્...' ઇત્યાઘાકારક વિધિનિષેધવિષયક જ્ઞાન પ્રમાણ મનાતું નથી, પરંતુ ભ્રમાત્મક મનાય છે. કારણ કે તે સ્વારસિક છે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. ‘ઉપદેશપદમાં પ્રસિદ્ધ એ વસ્તુને ગ્રંથકાર પરમષિએ “ઉપદેશરહસ્યમાં વર્ણવી છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું જોઇએ. /૧૭-૮
सापेक्षमसमर्थमिति दूषयितुमाह
સાપેક્ષમસમર્થ... ઇત્યાદિ (શ્લો.નં. ૩) શ્લોકથી જણાવેલી વાત બરાબર નથી - તે જણાવાય છે અર્થાત્ તેમાં દૂષણ જણાવાય છે
એક પરિશીલન