________________
विहितेऽविहिते वार्थेऽन्यत्र मुत्प्रकृतात् किल ।
इष्टेऽर्थेऽङ्गारवृष्ट्याभात्यनादरविधानतः ।।१८-१९॥ विहित इति-प्रकृतात् प्रस्तुतात् कर्मणोऽन्यत्र विहितेऽविहिते वाऽर्थे । मुत् प्रीतिः । इष्टेऽर्थेऽङ्गारवृष्ट्याभा अत्यनादरस्य गाढाबहुमानस्य विधानतोऽवसरोचितरागाभावरागविषयानवसराभ्यां प्रतिपक्षरागाच्च । यथा चैत्यवन्दनस्वाध्यायकरणादिषु प्रतिनियतकालविषयेषु श्रुतानुरागादन्यासक्तचित्ततया वा चैत्यवन्दनाद्यनाद्रियमाणस्य । तदुक्तम्-“अन्यमुदि तत्र रागात्तदनादरतार्थतो महापाया । सर्वानर्थनिमित्तं મુદ્રિષાવૃદ્યામાં કાર્ચ ૧૮-૧૨I.
“પ્રકૃત (વિવક્ષિત - કરવા લીધેલા) અનુષ્ઠાનને છોડીને બીજે વિહિત કે અવિહિત અનુષ્ઠાનમાં જે પ્રીતિ થાય છે, તે અન્યમુદ્દોષ છે. તેથી અત્યંત અનાદરપૂર્વક અનુષ્ઠાન થતું હોવાથી ઇષ્ટ અર્થની પ્રાપ્તિના વિષયમાં અંગારાની વર્ષા કરવા જેવું થાય છે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે કરવા ધારેલ(પ્રસ્તુત) અનુષ્ઠાનવિશેષને છોડીને બીજા કોઇ પણ શાસ્ત્રવિહિત કે શાસ્ત્રાવિહિત અનુષ્ઠાનને વિશે જે પ્રીતિ થાય છે તેને અન્યમુદ્ નામનો દોષ કહેવાય છે, જે ઈષ્ટ અર્થની પ્રાપ્તિના વિષયમાં અંગારાની વૃષ્ટિ સમાન છે. જે અનુષ્ઠાન મોક્ષને આપનારું છે, તેને બાળી નાખવાનું કામ આ અન્યમુદ્ નામનો દોષ કરે છે. વાત સમજાય એવી છે. જે કરીએ છીએ તેનાથી અન્ય પ્રત્યે પ્રીતિ હોય તો સ્પષ્ટ જ છે કે જે કરાય છે, તે અત્યંત અનાદરપૂર્વક જ થવાનું. આથી કોઇ પણ ફળની સિદ્ધિ કઈ રીતે થાય? કારણ કે અન્ય મુદ્દોષને લઈને કરાતા અનુષ્ઠાન પ્રત્યે ઉત્કટ અબહુમાન છે. અવસરને ઉચિત કરાતા અનુષ્ઠાન પ્રત્યે રાગનો અભાવ હોવાથી અને જેની પ્રત્યે રાગ(પ્રીતિ) છે તેનો અવસર ન હોવાથી વિરુદ્ધ અનુષ્ઠાન પ્રત્યે રાગ છે.
ચૈત્યવંદન, સ્વાધ્યાય વગેરે પ્રતિનિયત કાળે કરવાના છે તે અનુષ્ઠાનોને વિશે જયારે કથાશ્રવણાદિના અનુરાગથી અથવા તો વિકથાદિ, પ્રમાદ વગેરેમાં ચિત્ત આસક્ત બનવાના કારણે અનાદર થાય છે ત્યારે તે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો અન્યમુદ્દોષથી દુષ્ટ બને છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અનંતજ્ઞાનીઓએ જે કાળે જે અનુષ્ઠાનો વિહિત કર્યા છે, તે અનુષ્ઠાનો તે કાળે જ કરવાં જોઇએ. આપણને ગમે કે ના ગમે પરંતુ તે તે અનુષ્ઠાનો તે તે કાળે અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ જ કરવાનું લક્ષ્ય રાખવું જોઇએ. તે એક શ્રેષ્ઠ પ્રકારનું પ્રણિધાન છે. અનુષ્ઠાન પ્રત્યેની આપણી પ્રીતિ એવી તો ના જ હોવી જોઇએ કે જેથી તે તે અનુષ્ઠાન પ્રત્યે અત્યંત અનાદરભાવ લાવે. અનુષ્ઠાનની પ્રીતિ અનુષ્ઠાનાંતરના અનાદરનું કારણ બને તો તે અંગારાજેવી છે. બીજ ઉપર અંગારા પડે તો જેમ બીજ બળી જાય છે અને તેથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી તેમ યોગની
એક પરિશીલન