________________
પ્રારંભ કરનારા માટે અને ગુણઠાણેથી પડતા એવા આત્માઓ માટે અનુક્રમે તેમને ચઢાવવા અને અટકાવવા ઉપદેશ ઉપયોગી બને છે. ઘડો બનાવનાર કુંભારના ચક્રના ભ્રમણ માટે જેમ દંડ ઉપયોગી બને છે તેમ અહીં ગ્રંથિભેદથી થતી ઉચિત પ્રવૃત્તિ માટે ઉપદેશ ઉપયોગી બને છે.
ઉચિત પ્રવૃત્તિથી બલવત્તર પુરુષાર્થ દ્વારા કર્મસ્થિતિનો હ્રાસ થવાના કારણે આત્માને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ચારિત્રસંપન્ન આત્માઓનાં લક્ષણો વર્ણવતાં અંતે ફરમાવ્યું છે કે – માર્ગાનુસારિતા, શ્રદ્ધા, પ્રાજ્ઞપ્રજ્ઞાપનારતિ, ગુણરાગ અને શક્યારંભ : આ ચારિત્રીઓનાં લક્ષણો છે. એનું વર્ણન અહીં ખૂબ જ સંક્ષેપથી છે. વિસ્તારથી એનું વર્ણન “યોગશતકમાં ઉપલબ્ધ છે. એ લક્ષણોથી વિશિષ્ટ ચારિત્રવંત આત્માઓને યોગની પ્રવૃત્તિ પરમાનંદ-મોક્ષથી સત બને છે... ઇત્યાદિ જણાવીને આ બત્રીશી પૂર્ણ કરી છે.
| સર્વજ્ઞપરમાત્માઓએ દર્શાવેલો મોક્ષમાર્ગ વિદ્યમાન હોવા છતાં વિદ્વાનો; નહીંજવી સામાન્ય બાબતોમાં કઈ રીતે ઉન્માર્ગે જાય છે - એ આ બત્રીશીના અધ્યયનથી આપણે સમજી શકીએ છીએ. અજ્ઞાન દૂર કરવાની ભાવના હોય અને કદાગ્રહપૂર્વકનું વલણ ન હોય તો ખૂબ જ સરળતાથી સહજપણે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન પ્રત્યે અતૂટ વિશ્વાસ પ્રાપ્ત કરી શકાય છે. અન્યદર્શનકારોની અજ્ઞાન અને આગ્રહપૂર્ણ વાતો તરફ ધ્યાન આપ્યા વિના આ બત્રીશીના પરિશીલન દ્વારા શ્રી સર્વજ્ઞપરમાત્માના પરમતારક વચન પ્રત્યે અતૂટ વિશ્વાસનું સંપાદન કરી પરમાનંદસદ્ગત યોગની પ્રવૃત્તિમાં પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા...
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
દેવપુરુષકાર બત્રીશી