________________
જ્ઞાન થાય છે તે સંપ્રજ્ઞાતયોગ છે. કોઈ પણ વસ્તુનું તેવા પ્રકારનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરવું હોય તો તે વિષયના સ્વરૂપનું ધ્યાન આવશ્યક છે – એ સમજી શકાય છે. ૨૦-૧૧ સંપ્રજ્ઞાતસમાધિયોગના પ્રકાર જણાવાય છે–
वितर्केण विचारेणानन्देनास्मितयान्वितः ।
भाव्यस्य भावनाभेदात्, सम्प्रज्ञातश्चतुर्विधः ॥२०-२॥ वितर्केणेति-वितर्केण विचारेणानन्देनास्मितयाऽन्वितः क्रमेण युक्तः । भाव्यस्य भावनाया विषयान्तरपरिहारेण चेतसि पुनः पुनर्निवेशनलक्षणाया भेदात् । सम्प्रज्ञातश्चतुर्विधो भवति । तदुक्तंવિતવિધારાનન્દમિતારૂપનુમત્મિપ્રજ્ઞાતિ તિ [999]” ર૦-૨
ભાવ્યની ભાવનાના ભેદથી વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાથી યુક્ત એવો સંપ્રજ્ઞાતયોગ ચાર પ્રકારનો છે.” આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પાતંજલદર્શનની માન્યતા મુજબ ચિત્તવૃત્તિઓનો નિરોધ યોગ છે. વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાથી અન્વિત(અનુગત-સંબદ્ધ) એ નિરોધ અનુક્રમે વિતકન્વિત, વિચારાન્વિત, આનંદાન્વિત અને અસ્મિતાન્વિત કહેવાય છે. તેથી તે સ્વરૂપે સંપ્રજ્ઞાતસમાધિ-યોગ ચાર પ્રકારનો છે. જે ભાવનામાં સંશય, વિપર્યય અને અનધ્યવસાયાત્મક જ્ઞાનના અભાવપૂર્વક યથાર્થરૂપે ધ્યેય-ભાવ્યનું જ્ઞાન થાય છે; તે ભાવનાવિશેષ સંપ્રજ્ઞાત છે. વિષયાંતરના પરિહારપૂર્વક કોઈ એક ધ્યેય-ભાવ્યનો ચિત્તમાં વારંવાર જે નિવેશ છે તેને ભાવના કહેવાય છે, જે ભાવ્યના ભેદથી વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાથી અન્વિત બને છે. તે ચાર પ્રકારની ભાવનાથી સંપ્રજ્ઞાતયોગ ચાર પ્રકારનો છે. “પાતંજલયોગસૂત્રમાં સૂ.નં. ૧-૧૭ થી જણાવ્યું છે કે વિતર્ક, વિચાર, આનંદ અને અમિતાત્મક સ્વરૂપના અનુગમથી તે નિરોધ સંપ્રજ્ઞાત કહેવાય છે. આને જ સવિકલ્પયોગ અથવા સવિકલ્પસમાધિ કહેવાય છે. વિતર્ક, વિચાર વગેરેનું સ્વરૂપ હવે પછી જણાવાશે. ૨૦-રા. વિતકન્વિત સંપ્રજ્ઞાતયોગનું સ્વરૂપ વર્ણવાય છે–
पूर्वापरानुसन्धानाच्छब्दोल्लेखाच्च भावना ।
महाभूतेन्द्रियार्थेषु, सविकल्पोऽन्यथापरः ॥२०-३॥ पूर्वेति-पूर्वापरयोरर्थयोरनुसन्धानाच्छब्दोल्लेखाच्छब्दार्थोपरागाच्च यदा भावना प्रवर्तते महाभूतेन्द्रियलक्षणेष्वर्थेषु स्थूलविषयेषु तदा सवितर्कः समाधिः । अन्यथाऽस्मिन्नेवालम्बने पूर्वापरानुसन्धानशब्दार्थोलेखशून्यत्वेन भावनायामपरो निर्वितर्कः ॥३॥
૧૩૬
યોગાવતાર બત્રીશી