________________
अथ प्रारभ्यते तारादित्रयद्वात्रिंशिका ।।
मित्रानिरूपणानन्तरं तारादित्रयं निरूपयन्नाह
મિત્રાદેષ્ટિનું નિરૂપણ આ પૂર્વે કર્યું. હવે તારા, બલા અને દીપ્રા – એ ત્રણ દષ્ટિઓનું નિરૂપણ કરાય છે–
तारायां तु मनाक् स्पष्टं, दर्शनं नियमाः शुभाः ।
अनुद्वेगो हितारम्भे, जिज्ञासा तत्त्वगोचरा ॥२२-१॥ तारायामिति–तारायां पुनदृष्टौ । मनागीषत् स्पष्टं मित्रापेक्षया दर्शनं । शुभाः प्रशस्ताः । नियमा वक्ष्यमाणा इच्छादिरूपाः । तथा हितारम्भे पारलौकिकप्रशस्तानुष्ठानप्रवृत्तिलक्षणेऽनुद्वेगः । तथा तत्त्वगोचरा तत्त्वविषया जिज्ञासा ज्ञातुमिच्छा । अद्वेषत एव तत्प्रतिपत्त्यानुगुण्यात् ।।२२-१॥
“તારાદષ્ટિમાં થોડું દર્શન સ્પષ્ટ હોય છે; નિયમો શુભ હોય છે; હિતના આરંભમાં ઉદ્વેગ હોતો નથી અને તત્ત્વના વિષયમાં જિજ્ઞાસા હોય છે...” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વેની બત્રીશીમાં મિત્રાદષ્ટિનું નિરૂપણ કર્યું. આ બત્રીશીમાં તારા, બલા અને દીપ્રા દૃષ્ટિનું નિરૂપણ કરવાનું છે. એમાં તારાદષ્ટિનું નિરૂપણ આ પ્રથમ શ્લોકથી કરાય છે.
મિત્રાદષ્ટિમાં તૃણના અગ્નિના કણ જેવો બોધ હોવાથી દર્શન મંદ હતું. તેની અપેક્ષાએ અહીં તારાદષ્ટિમાં થોડું સ્પષ્ટ દર્શન છે. કારણ કે છાણાના અગ્નિના કણ જેવો બોધ અહીં હોય છે. યોગનાં આઠ અંગમાંથી બીજા નિયમ સ્વરૂપ અંગની પ્રાપ્તિ થાય છે, જેનું સ્વરૂપ હવે પછી વર્ણવાશે. સામાન્યપણે તેના, ઈચ્છા પ્રવૃત્તિ સ્થિરતા અને સિદ્ધિને આશ્રયીને ચાર પ્રકાર છે. પ્રશસ્ત એ નિયમોની પ્રાપ્તિ તારાદષ્ટિમાં થાય છે. યોગના બાધક એવા ખેદાદિ આઠ દોષોમાંથી બીજો ઉગ નામનો દોષ આ દૃષ્ટિમાં હોતો નથી. તેથી પરલોકસંબંધી પ્રશસ્ત અનુષ્ઠાનની પ્રવૃત્તિ સ્વરૂપ હિતારંભમાં અહીં અનુક્રેગ હોય છે. તેમ જ તત્ત્વને જાણવાની ઇચ્છા સ્વરૂપ જે જિજ્ઞાસા ગુણ છે; તેનો અહીં આવિર્ભાવ થાય છે. આ પૂર્વે તત્ત્વ પ્રત્યે દ્વેષ સિદ્ધ હોવાથી તત્ત્વની પ્રતિપત્તિ(અભ્યપગમ-સ્વીકાર)ને અનુકૂળતા પ્રાપ્ત થવાથી તત્ત્વજિજ્ઞાસા તારાદષ્ટિમાં હોય છે. ખેદાદિ આઠ દોષોનું વર્ણન અને અદ્વેષાદિ આઠ ગુણોનું વર્ણન આ પૂર્વે કર્યું છે. (જુઓ બત્રીશી નં. ૧૮ અને ૨૦) તેમ જ “ષોડશક એક પરિશીલન'માં વિસ્તારથી કર્યું છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જ એ જાણી લેવું જોઇએ. યોગદષ્ટિ એક પરિશીલનમાં પણ વિસ્તારથી એ વિષયમાં જણાવ્યું છે. ૨૨-૧ી.
એક પરિશીલન
૨૦૩