________________
शौचेति–शौचस्य भावनया स्वाङ्गस्य स्वकायस्य कारणरूपपर्यालोचनद्वारेण जुगुप्सा घृणा “ अशुचिरयं कायो नात्राग्रहः कर्तव्यः” इति । तथा चान्यैः कायवद्भिरसङ्गमस्तत्सम्पर्कपरिवर्जनमित्यर्थः । यः किल स्वयमेव कायं जुगुप्सते तत्तदवद्यदर्शनात्, स कथं परकीयैस्तथाभूतैः कायैः संसर्गमनुभवति ? | तदुक्तं—“शौचात्स्वाङ्गे जुगुप्सा परैरसंसर्गः ” [२-४०] । तथा सुसत्त्वस्य प्रकाशसुखात्मकस्य शुद्धी रजस्तमोभ्यामनभिभवः । सौमनस्यं खेदाननुभवेन मानसी प्रीतिरैकाग्र्यं नियते विषये चेतसः स्थैर्यम्, अक्षाणामिन्द्रियाणां जयो विषयपराङ्मुखानां स्वात्मन्यवस्थानं योग्यता चात्मदर्शने विवेकख्यातिरूपे समर्थत्वम् । एतावन्ति फलानि शौचभावनयैव भवन्ति । तदुक्तं - “सुसत्त्वशुद्धिसौमनस्यैकाग्र्येन्द्रियजयात्मदर्शनयोग्यत्वानि चेति” [२-४१] ।।२२-३॥
શૌચભાવનાથી પોતાના શરીર પ્રત્યે જુગુપ્સા થાય છે. બીજાના શરીર સાથેના સંસર્ગનો અભાવ થાય છે. સત્ત્વની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. સૌમનસ્ય, એકાગ્રતા, ઇન્દ્રિયો ઉપર વિજય અને યોગ્યતા પ્રાપ્ત થાય છે.” – આ પ્રમાણે ત્રીજા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ શૌચ, બાહ્ય અને આત્યંતર ભેદથી બે પ્રકારનું છે. તેના અભ્યાસ(વારંવાર સેવન)થી જે ફળ પ્રાપ્ત થાય છે; તે આ શ્લોકથી જણાવ્યું છે. બાહ્યશૌચની ભાવનાથી પ્રાપ્ત થનાર ફળનું વર્ણન, આ શ્લોકના પૂર્વાદ્ધથી કર્યું છે અને ઉત્તરાદ્ધથી આપ્યંતર શૌચભાવનાથી પ્રાપ્ત થનાર ફળનું વર્ણન કર્યું છે, જેનું તાત્પર્ય નીચે જણાવ્યા મુજબ છે.
માટી અને પાણી વગેરેથી પોતાના શરીરની વારંવાર શુદ્ધિ કરવામાં આવે તો ય શરીર તો સદાને માટે શુચિ(પવિત્ર-શુદ્ધ) રહેતું જ નથી. તેથી જ તો તેને વારંવાર શુદ્ધ કરવું પડે છે... ઇત્યાદિ રીતે શૌચભાવનાથી ભાવિત બનવાના કારણે પોતાના શરીરના કારણસ્વરૂપની વિચારણાથી સાધકને શરીર પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થાય છે. અર્થાત્ આ કાયા અપવિત્ર છે, એનો આગ્રહ (મમત્વ) રાખવા જેવો નથી... ઇત્યાદિ પરિણામ ઉત્પન્ન થાય છે. તેમ જ બીજાના શરીરની સાથેનો સંપર્ક પણ દૂર થાય છે. જે પોતાના શરીરની જ જુગુપ્સા રાખે છે તે બીજાના અશુચિ શરીરની સાથે સંપર્ક કઇ રીતે કરે ? અર્થાત્ ન જ કરે - એ સમજી શકાય છે. આ રીતે સાધક એકાંતવાસને સેવવા પ્રયત્નશીલ બની જાય છે, જે શૌચભાવનાનું ફળ છે. “શૌચથી પોતાના શ૨ી૨માં જુગુપ્સા અને બીજાઓની સાથેના સંગનો અભાવ પ્રાપ્ત થાય છે.’ ’’ – આ પ્રમાણે યોગસૂત્ર(૨-૪૦)માં જણાવ્યું છે.
બાહ્ય શૌચભાવનાનું ફળ વર્ણવીને હવે શ્લોકના ઉત્તરાર્શ્વથી આવ્યંતર શૌચભાવનાનું ફળ વર્ણવાય છે. મૈત્રી, પ્રમોદાદિ ભાવનાથી ચિત્ત નિર્મળ બને છે. ક્લેશથી રહિત એ ચિત્ત સાત્ત્વિકભાવાન્વિત પ્રકાશમય અને સુખાત્મક હોય છે. રજોગુણ અને તમોગુણથી તેનો અભિભવ થતો ન હોવાથી સત્ત્વશુદ્ધિ થાય છે. ખેદનો અનુભવ થતો ન હોવાથી માનસિક પ્રીતિ સ્વરૂપ સૌમનસ્ય પ્રાપ્ત થાય છે. નિયત(વિચારણીય) વિષયમાં ચિત્તની સ્થિરતા સ્વરૂપ મનની એક પરિશીલન
૨૦૫