________________
वेदयते सोऽहङ्कारः, यत्रान्तर्मुखतया प्रतिलोमपरिणामेन प्रकृतिलीने चेतसि सत्तामात्रमेव भाति સાઽસ્મિતેતિ II૨૦-૭||
“રજોગુણ અને તમોગુણના લેશ(અંશ)થી અનાક્રાંત(રહિત) એવા સત્ત્વનું જ્યાં પરિભાવન છે; તે સાસ્મિત(અસ્મિતાનુગત) સંપ્રજ્ઞાતયોગ(સમાધિ) છે. અહીં ચિચ્છક્તિનું પ્રાધાન્ય હોય છે અને સત્ત્વનું અપ્રાધાન્ય(ગૌણત્વ) હોય છે.” આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે અસ્મિતાનુગતસમાધિમાં સાધક સત્ત્વનું પરિભાવન કરે છે. રજોગુણ અને તમોગુણનો લેશ પણ તેમાં ન હોવાથી શુદ્ધસત્ત્વનું અહીં પરિભાવન હોય છે. ગ્રાહ્ય અને ગ્રહણ વિષયથી અનનુગત આ યોગમાં માત્ર ગ્રહીતૃ વિષય હોય છે. અહંકાર, પ્રકૃતિ અને અહંકારોપાધિક પુરુષથી અનુગત આ સમાધિને સાસ્મિત એટલે કે અસ્મિતાનુગતસમાધિ કહેવાય છે. પૂર્વ પૂર્વ સમાધિમાં ઉત્તર ઉત્તર સમાધિનો વિષય અનુગત હોય છે. પરંતુ ઉત્તરોત્તર સમાધિમાં પૂર્વપૂર્વ સમાધિનો વિષય અનુગત હોતો નથી. સ્થૂલ ગ્રાહ્ય, સૂક્ષ્મગ્રાહ્ય, ગ્રહણ અને ગ્રહીત્ ઃ આ ચાર વિષયથી અનુગત વિતર્કસંપ્રજ્ઞાતયોગ છે. ત્યાર પછી પૂર્વપૂર્વવિષયથી અનનુગત ઉત્તરોત્તર ત્રણ, બે અને એક વિષયથી અનુગત અનુક્રમે વિચાર, આનંદ અને અસ્મિતાથી અન્વિત સંપ્રજ્ઞાતયોગ હોય છે... ઇત્યાદિ પાતંજલયોગસૂત્રના અનુસંધાનથી સમજી લેવું જોઇએ. સમાધિની વિશિષ્ટતા તેના વિષયની સૂક્ષ્મતાને લઇને છે - એ સમજી શકાય છે.
અસ્મિતાનુગતસમાધિમાં ચિત્શક્તિ (દૃશક્તિ, પુરુષ, આત્મા) મુખ્ય છે અને શુદ્ધસત્ત્વ ગૌણ છે. ભાવ્ય(ધ્યેય) શુદ્ધસત્ત્વ ગૌણ થવાથી અને ચિત્શક્તિની ઉદ્રિત અવસ્થાના કારણે ભાવ્યના બીજા કોઇ પણ ધર્મની ભાવનાને છોડીને માત્ર સત્તાનો પ્રતિભાસ હોવાથી આ સમાધિમાં સાસ્મિતત્વ(અસ્મિતા) સંગત બને છે. “આનંદાનુગતસમાધિમાં સત્ત્વ(અહંકાર)નું પરિભાવન હોય છે અને અસ્મિતાનુગતસમાધિમાં પણ સત્ત્વનું પરિભાવન હોય છે. તેથી અહંકાર (સાનંદસમાધિ) અને અસ્મિતા (સાસ્મિતસમાધિ) : એ બંન્નેમાં કોઇ ભેદ નહીં રહે.” - આ શંકા કરવી ના જોઇએ. કારણ કે જ્યાં ‘હું અંતઃકરણ છું.” - આ પ્રમાણે વિષય-સત્ત્વનું વેદન થાય છે ત્યાં સાનંદ-સમાધિ છે. અર્થાત્ તેનો વિષય અહંકાર છે અને જ્યાં પ્રતિલોમ (પશ્ચાનુપૂર્વી) પરિણામથી પ્રકૃતિના વિકારભૂત ચિત્ત પ્રકૃતિમાં લીન થયે છતે માત્ર સત્તારૂપે (અસ્મિરૂપે) પ્રતીત થાય છે ત્યાં સાસ્મિતસમાધિની વિષયભૂત અસ્મિતા છે ... ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઇએ. તે તે કાર્યનું પોતાના તે તે કારણમાં લીન(વિલીન) થવા સ્વરૂપ પરિણામને પ્રતિલોમ પરિણામ કહેવાય છે. ૨૦-૭ાા
અસ્મિતાનુગતસમાધિ વખતે યોગીઓનું જે સ્વરૂપ થાય છે તેનું વર્ણન કરાય છે—
૧૪૦
अत्रैव कृततोषा ये, परमात्मानवेक्षिणः ।
चित्ते गते ते प्रकृतिलया हि प्रकृतौ लयम् ॥ २०-८।।
યોગાવતાર બત્રીશી