________________
अथ प्रारभ्यते कुतर्कग्रहनिवृत्तिद्वात्रिंशिका ।
अनन्तरमवेद्यसंवेद्यपदं जेयमित्युक्तम्, अत्र तज्जयेनैव कुतर्कनिवृत्तिर्भवति, सैव चात्यन्तमादरणीयेत्याह
આ પૂર્વે બાવીસમી તારાદિત્રય બત્રીશીમાં અવેદ્યસંવેદ્યપદ જીતવું જોઈએ; તે જણાવ્યું છે. તેના જયથી જ કુતર્કની નિવૃત્તિ થાય છે. તે કુતર્કની નિવૃત્તિ જ અત્યંત આદર કરવા યોગ્ય છે – એ અહીં જણાવાય છે–
जीयमानेऽत्र राजीव, चमूचरपरिच्छदः ।
નિવર્તિતે સ્વતઃ શાં, તર્વવિષમ : ર૩-૧ जीयमान इति-जीयमानेऽत्रावेद्यसंवेद्यपदे महामिथ्यात्वनिबन्धने पशुत्वादिशब्दवाच्ये । स्वत एवात्मनैवापरोपदेशेन शीघ्रं । कुतर्क एव विषमग्रहो दृष्टापायहेतुत्वेन क्रूरग्रहः । कुतर्कस्य विषमग्रहः कुटिलावेशरूपो वा निवर्तते । राज्ञि जीयमान इव चमूचरपरिच्छदः ॥२३-१॥
“રાજા જિતાયે છતે; તેની સેના અને ગુપ્તચર પુરુષોનો પરિવાર જેમ નિવૃત્ત થાય છે અર્થાત્ જિતાય છે તેમ આ અવેદ્યસંવેદ્યપદ જિતાયે છતે કુતર્કસ્વરૂપ વિષમગ્રહ તરત જ પોતાની મેળે નિવૃત્ત થાય છે.” - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે મહામિથ્યાત્વનું કારણ આ અવેદ્યસંવેદ્ય પદ છે. જેને અન્યત્ર પશુત્વ (પશુપણું)... વગેરે શબ્દોથી વર્ણવ્યું છે. વિવેકશૂન્ય એવી અજ્ઞાનદશા આ પદમાં ચિકાર છે.
આવા અવેદ્યસંવેદ્યપદને જીતવામાં આવે તો કુતર્કસ્વરૂપ વિષમગ્રહની નિવૃત્તિ તરત જ આપમેળે થાય છે; અર્થાત્ તેને દૂર કરવા માટે ગુર્નાદિકના ઉપદેશની આવશ્યકતા રહેતી નથી. ગ્રહ જેવો ગ્રહ હોવાથી અહીં કુતર્કને વિષમગ્રહ સ્વરૂપે વર્ણવ્યો છે. કારણ કે રાહુ વગેરે દષ્ટ અપાયના કારણ સૂચક) હોવાથી તે જેમ કૂરગ્રહ છે તેમ આ કુતર્ક પણ પ્રત્યક્ષ અપાયનો કારણ હોવાથી વિષમ ગ્રહ છે. અથવા કુતર્કનો વિષમગ્રહ અર્થાત્ કુટિલ આવેશ; આ અવેદ્યસંવેદ્યપદને જીતવાથી તરત જસ્વયં નિવૃત્ત થાય છે. અર્થાત્ એને દૂર કરવા બીજો કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. રાજાને જીત્યા પછી તેની સેના વગેરે પરિવારને જીતવાનો કોઈ જ પ્રયત્ન કરવો પડતો નથી. તેમ અહીં પણ અવેદ્યસંવેદ્યપદને જીતવાના પ્રયત્નથી જ કુતર્કવિષમગ્રહની નિવૃત્તિ થાય છે. ર૩-૧ કુતર્કનું સ્વરૂપ વર્ણવાય છે–
शमारामानलज्वाला, हिमानी ज्ञानपङ्कजे । श्रद्धाशल्यं स्मयोल्लासः, कुतर्कः सुनयार्गला ॥२३-२॥
૨૩૮
કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી