________________
फलाश्च। तत्राद्या येन कर्मणा यादृक् शरीरमारब्धं देवमानुषतिर्यगादिभेदेन जात्यन्तरशतव्यवधानेन पुनस्तथाविधस्यैव शरीरस्यारम्भे तदनुरूपामेव स्मृतिं जनयन्ति, अन्यादृशीं च न्यग्भावयन्ति, देवादिभवे नारकादिशरीरोपभोगस्मृतिवत् । न चातिव्यवहितयोः स्मृतिसंस्कारयोर्जन्यजनकभावानुपपत्तिः, दूरानुभूतस्याप्यविचलितचित्ते वासनात्मना स्थितस्योद्बोधविशेषसहकारेण स्मृतिविशेषपरिणामे व्यवधानाभावात् । तदुक्तं'जातिदेशकालव्यवहितानामप्यानन्तर्यं स्मृतिसंस्कारयोरेकरूपत्वात्” [४-९] । ताश्च सुखसाधनावियोगाध्यवसायसङ्कल्पस्य मोहलक्षणस्य बीजस्यानादित्वादादिरहिताः । तदुक्तं-“तासामनादित्वमाशिषो नित्यत्वात् [४-१०] । द्वितीया अपि चित्तभूमावेवानादिकालं सञ्चिता यथा यथा पाकमुपयान्ति तथा तथा गुणप्रधानभावेन स्थिता जात्यायुर्भोगलक्षणं कार्यमारभन्त इति । तदेतत्कर्माशयफलं जात्यादिविपाक इति । यद्यपि सर्वेषामात्मनां क्लेशादिपरामर्शो नास्ति, तथापि ते चित्तगतास्तेषां व्यपदिश्यन्ते, यथा योधगतौ जयाजयौ स्वामिनः । अस्य तु त्रिष्वपि कालेषु तथाविधोऽपि क्लेशादिपरामर्शो नास्तीति विलक्षणोSચમચેમ્ય: 9૬-છા.
મહેશના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે; એમ કેટલાક કહે છે. ક્યારે પણ જે પુરુષ ક્લેશાદિથી રહિત છે તે મહેશ છે.” - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. એનો આશય, વિસ્તારથી આ શ્લોકની જ ટીકામાં ગ્રંથકારશ્રીએ વર્ણવ્યો છે, જેનું તાત્પર્ય નીચે જણાવ્યા મુજબ છે.
પાતંજલદર્શનના અનુયાયીઓ મહેશના અનુગ્રહથી યોગસિદ્ધિ માને છે. પૂર્વે જણાવ્યા મુજબ મોક્ષની સાથે આત્માને જોડી આપનાર આત્મવ્યાપાર યોગ છે તેમ જ પાતંજલદર્શનમાં જણાવ્યા મુજબ ચિત્તવૃત્તિનિરોધ યોગ છે. તેની પ્રાપ્તિ અને પ્રાપ્ત એવા તેની રક્ષા સ્વરૂપ યોગની સિદ્ધિ છે. અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તની રક્ષા સ્વરૂપ, તે તે વસ્તુની સિદ્ધિ છે. એવી યોગની સિદ્ધિ મહેશના અનુગ્રહથી થાય છે. મહેશ પુરુષવિશેષ છે; જે ત્રણેય કાળમાં ક્લેશ, કર્મ, વિપાક અને આશયથી અસંબદ્ધ છે – એ પ્રમાણે “વફ્લેશરવિપાવાગડશરિપરાકૃષ્ટ પુરુષવિશેષ ફૅશ્વરઃ” (૧-૨૪) ! આ પાતંજલયોગસૂત્રથી જણાવાયું છે.
અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ : આ પાંચ ક્લેશ છે, જેનું સ્વરૂપ હવે પછી જણાવાશે. ક્લેશ જેનું મૂળ છે એવો કર્મસ્વરૂપ આશય(ભાવ) છે. એનો અનુભવ આ જન્મમાં થાય છે; તેમ જ પરજન્મમાં પણ થાય છે. ઉપર જણાવ્યા મુજબ અવિદ્યાદિ સ્વરૂપ લેશો અનેક પ્રકારના છે. તેના કારણે થનારા કર્માશયો પણ અનેક પ્રકારના છે. કેટલાંક કર્મો દૃષ્ટવેદનીય છે અને કેટલાંક કર્મો અદષ્ટવેદનીય છે. આ જન્મમાં જ જેનો અનુભવ થાય છે, તે કર્મો દષ્ટવેદનીય છે અને પરલોકમાં(પરજન્મમાં) જેનો અનુભવ થાય છે તે કર્મો અદષ્ટવેદનીય છે. એમાં મૂળભૂત કારણ અવિદ્યાદિ ક્લેશો છે. તીવ્ર સંવેગ (અતિ-ઉત્કટ પ્રયત્નોથી કરેલાં અતિ-ઉત્તમ પવિત્ર એવાં દેવતા-આરાધનાદિ કર્મો આ જ જન્મમાં જાતિ, આયુષ્ય અને ભોગ સ્વરૂપ ફળને આપે છે.શિલાદ નામના મુનિના નંદી નામના કુમારે
ઇશાનુગ્રહવિચાર બત્રીશી