________________
પોતાની પ્રત્યે પ્રીતિ ધારણ કરતા હોય એવા સુખીજનોને વિશે પણ મોક્ષની અભિલાષા - સંવેગથી સાંસારિક દુઃખ(સંસારસ્વરૂપ દુઃખ)થી રક્ષણ કરવાની જે ઇચ્છા છદ્મસ્થ આત્માને હોય છે તેને ત્રીજી કરુણાભાવના કહેવાય છે. ચોથી કરુણાભાવના કેવલજ્ઞાનીભગવંતોની જેમ, સર્વજીવો ઉપર અનુગ્રહ કરવામાં તત્પર એવા મહામુનિઓને હોય છે. તેઓ સ્વભાવથી જ પોતાની સાથે પ્રીતિમત્તા(પ્રીતિ)નો સંબંધ હોય કે ન પણ હોય તો ય બધા જ પ્રાણીઓને વિશે તેવા પ્રકારની સાંસારિક દુઃખથી રક્ષણ કરવાની ઇચ્છાને ધારણ કરતા હોય છે. ત્રીજી અને ચોથી કરુણામાં વિષયનું સામ્ય હોવા છતાં ઇચ્છાદિનું તારતમ્ય છે. સામાન્ય રીતે વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં જે ફરક છે એવો ફરક ત્રીજી અને ચોથી કરુણાભાવનામાં છે. આ વિષયમાં શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે – મોહ(અજ્ઞાન)ના કારણે થતી, અસુખી(દુઃખી)ઓને વશે થતી, મોક્ષની અભિલાષાથી થતી અને હિતબુદ્ધિથી થતી – એમ ચાર પ્રકારની કરુણાભાવના છે, જેનું તાત્પર્ય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. ll૧૮-૪ll મુદિતાભાવનાનું નિરૂપણ કરાય છે–
आपातरम्ये सधेतावनुबन्धयुते परे ।
सन्तुष्टिर्मुदिता नाम, सर्वेषां प्राणिनां सुखे ॥१८-५॥ आपातेति-मुदिता नाम सन्तुष्टिः । सा चाद्यापातरम्येऽपथ्याहारतृप्तिजनितपरिणामासुन्दरसुखकल्पे तत्कालमात्ररमणीये स्वपरगते वैषयिके सुखे । द्वितीया तु सद्धेतौ शोभनकारणे ऐहिकसुखविशेष एव परिदृष्टहितमिताहारपरिभोगजनितस्वादुरसास्वादसुखकल्पे । तृतीया चानुबन्धयुतेऽव्यवच्छिन्नसुखपरम्परया देवमनुजजन्मसु कल्याणप्राप्तिलक्षणे इहपरभवानुगते । चतुर्थी तु परे प्रकृष्टे मोहक्षयादिसम्भवे अव्याबाधे च સર્વેવાં પ્રાણાનાં સુવે નં ઘતુર્વિધા / તદુ-“સુમાત્રે સàતાવનુવશ્વયુતે ઘરે ઘ મુવતા તુ” II9૮-૧TI.
તત્કાળ રમણીય, સહેતુવાળા, અનુબંધથી યુક્ત અને શ્રેષ્ઠ કોટિના બધા પ્રાણીઓના તે તે સુખને વિશે જે સંતુષ્ટિ (સંતોષ) છે, તેને મુદિતાભાવના કહેવાય છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે - સામાન્ય રીતે બધા પ્રાણીઓના સુખમાં સંતુષ્ટ થવા સ્વરૂપ મુદિતાભાવના છે. પ્રાયઃ બીજાઓને સુખી જોવાથી જીવને ઇર્ષ્યાદિ પરિણામ પ્રાપ્ત થતા હોય છે. એ અપેક્ષાએ થોડી સારી પરિણતિ જન્મે તો પોતાના સગા-સંબંધીઓના સુખને જોઈને સંતોષ થાય પણ ખરો ! પરંતુ તે મુદિતાભાવના નથી. સુખને જોઇને ઈર્ષા થવી ના જોઈએ અને સગાસંબંધી જનોના જ સુખને જોઇને નહિ પંરતુ પ્રાણીમાત્રના સુખને જોઇને સંતોષ થવો જોઇએ, તો જ મુદિતાભાવનાનો પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. મુદિતાભાવનાનો વિષય સુખ છે. તેના ચાર પ્રકારને આશ્રયીને મુદિતાભાવનાના પણ ચાર પ્રકાર છે.
૭૨
યોગભેદ બત્રીશી