________________
અધ્યાત્માદિ ત્રણ યોગનો સમાવેશ થાય છે અને અનુક્રમે બીજી અને ત્રીજી મનોગતિમાં સમતા અને વૃત્તિસંક્ષય યોગનો સમાવેશ થાય છે... એ સમજી શકાય છે. વિકલ્પોની જાળમાંથી મુક્ત બન્યા વિના અધ્યાત્મ, ભાવના અને ધ્યાનની પ્રાપ્તિ શક્ય નથી. આત્માને છોડીને અન્ય પદાર્થો પ્રત્યે ઉપેક્ષાભાવ ન આવે તો સમતાની પ્રાપ્તિ શક્ય નથી. તેમ જ આત્મસ્વભાવમાં રમણતા ન આવે તો વૃત્તિસંક્ષયની પ્રાપ્તિ પણ શક્ય નથી. કારણ કે તે તે અધ્યાત્માદિભાવો મનોગુતિવિશેષને લઈને પ્રાપ્ત થાય છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ll૧૮-૨લા
અધ્યાત્માદિ યોગમાં જેમ મનોગુપ્તિનો ઉપર જણાવ્યા મુજબ અવતાર(સમાવેશ) થાય છે; તેમ વાગુ અને કાયમુર્તિ વગેરેનો પણ સમાવેશ થાય છે, તે જણાવાય છે–
अन्यासामवतारोऽपि, यथायोगं विभाव्यताम् ।
યતઃ સમિતિપુરીનાં, પ્રપટ્ટો યોગ ઉત્તમઃ ૧૮-૩૦ अन्यासामिति-अन्यासां वाक्कायगुप्तीर्यासमित्यादीनाम् । अवतारोऽप्यन्तर्भावोऽपि । यथायोगं यथास्थानं । विभाव्यतां विचार्यतां । यतो यस्मात् । समितिगुप्तीनां प्रपञ्चो यथापर्यायं विस्तारो योग उच्यते । उत्तम उत्कृष्टः । न तु समितिगुप्तिविभिन्नस्वभावो योगपदार्थोऽतिरिक्तः कोऽपि विद्यत इति ।।१८-३०।।
મનોગુપ્તિને છોડીને અન્ય ગુપ્તિ વગેરેનો યોગમાં અંતર્ભાવ જે રીતે થાય છે તે રીતે વિચારવું. કારણ કે સમિતિ-ગુતિઓનો પ્રપંચ ઉત્તમ યોગ છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સ્વરૂપ અષ્ટ પ્રવચનમાતામાં સમસ્ત મોક્ષ સાધક વ્યાપાર સમાય છે. ઈર્યાસમિતિ, ભાષાસમિતિ અને એષણા સમિતિ... વગેરે પાંચ સમિતિઓ તે તે, માર્ગગમનાદિ પ્રવૃત્તિના અવસરે અવસરે ઉપયોગમાં આવતી હોવાથી સર્વદા હોતી નથી. પરંતુ અશુભ મન-વચન-કાયાની પ્રવૃત્તિથી વિરામ પામવાદિ સ્વરૂપ ગુતિઓ તો સર્વદા હોય છે. મનોગતિનો જે રીતે અધ્યાત્માદિ યોગમાં અંતર્ભાવ જણાવ્યો છે, એ રીતે વચનગુપ્તિ અને કાયગુપ્તિનો તેમ જ પાંચસમિતિઓનો અંતર્ભાવ અધ્યાત્માદિ યોગમાં સમજી લેવો. સંકલ્પ-વિકલ્પથી શૂન્ય પ્રવૃત્તિ, ઉપેક્ષાપૂર્ણ પ્રવૃત્તિ અને આત્મસ્વભાવ પ્રતિબદ્ધતા : આ ત્રણ અવસ્થાને આશ્રયીને વચન અને કાયમુનિ વગેરેનો અંતર્ભાવ અનુક્રમે અધ્યાત્માદિ ત્રણમાં, સમતામાં અને વૃત્તિસંક્ષયમાં થઈ શકે છે.
સમિતિ અને ગુમિનો જે વિસ્તાર છે તે યોગ છે. તે તે ગુણસ્થાનકને ઉચિત તેનો પ્રપંચ ઉત્કૃષ્ટ યોગ છે. સમિતિ અને ગુણિને છોડીને બીજા કોઇ પણ સ્વરૂપવાળો યોગ નથી. કોઈ પણ યોગ સમિતિ-ગુપ્તિ સ્વરૂપ છે. II૧૮-૩૦ના
અધ્યાત્મ, ભાવના.. વગેરે યોગના ઉપાય છે. તેથી તેને યોગસ્વરૂપ કઈ રીતે વર્ણવાય - એ શંકાનું સમાધાન કરાય છે–
એક પરિશીલન
૯૯