________________
असम्प्रज्ञातेति– असम्प्रज्ञातनामा तु समाधि वृत्तिसङ्क्षयः सम्मतः, सयोग्ययोगिकेवलित्वकाले मनोविकल्पपरिस्पन्दरूपवृत्तिक्षयेण तदुपगमात् । तदुक्तम् - " असम्प्रज्ञात एषोऽपि समाधिर्गीयतेऽपरैः । निरुद्धाशेषवृत्त्यादितत्स्वरूपानुवेधतः ||१||" इति । 'धर्ममेघः' इत्यप्यस्यैव नाम यावत्तत्त्वभावनेन फलमलिप्सोः सर्वथा विवेकख्यातो धर्ममशुक्लकृष्णं मेहति सिञ्चतीति व्युत्पत्तेः । तदुक्तं - 'सम्प्रख्याने - ( प्य) कुसीदस्य सर्वथा विवेकख्यातौ धर्ममेघसमाधिरिति ” [ ४ २९ ] । एवमन्येषामपि तत्तत्तन्त्रसिद्धानां शब्दानामर्थोऽत्र यथायोगं भावनीयः । तदाह - ' धर्ममेघोऽमृतात्मा च भवशत्रुशिवोदयः । सत्त्वानन्दपरश्चेति योज्योऽत्रैवार्थयोगतः ।।१।।” अस्माद्वृत्तिसङ्क्षयात् फलीभूतात् । सर्वतः सर्वैः प्रकारैः । पापगोचरः पाप-विषयः । अकरणनियमोऽनुमीयते इति शेषः । नरकगमनादिवृत्तिनिर्वृत्तेर्महारम्भपरिग्रहादिहेत्वकरणનિયમેનેવોપવત્તે: ૨૦-૨૧॥
“વૃત્તિસંક્ષય નામના યોગમાં અસંપ્રજ્ઞાતસમાધિ સમાય છે. એ સમાધિના ફળ સ્વરૂપે બધા પ્રકારે પાપના વિષયમાં અકરણનિયમ પ્રાપ્ત થાય છે.” – આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે બીજા દર્શનકારો જેને અસંપ્રજ્ઞાતસમાધિ કહે છે, તેને અધ્યાત્માદિ પાંચ યોગમાંથી વૃત્તિસંક્ષય નામના યોગમાં સમાવી શકાય છે. કારણ કે સયોગી કેવલી અને અયોગી કેવલી અવસ્થાના કાળમાં મનના વિકલ્પના કારણે થનારી મનની પરિસ્કંદરૂપવૃત્તિઓનો ક્ષય થવાથી તે વખતે અસંપ્રજ્ઞાતયોગ માનવામાં આવે છે. આ વિષયમાં ‘યોગબિંદુ’ શ્લોક નં. ૪૨૧થી જણાવ્યું છે કે “આ જ કૈવલ્યસ્વરૂપ-અવસ્થાંતરપ્રાપ્ત જે યોગ છે તેને પરદર્શનીઓ વડે અસંપ્રજ્ઞાત(સંપ્રજ્ઞાતથી ભિન્ન) સમાધિ તરીકે વર્ણવાય છે. કારણ કે ત્યાં સમગ્ર મનોવૃત્તિ અને તેના બીજભૂત કર્મ(ભવાંતરાનુયાયી કર્મ)નો નિરોધ થવા સ્વરૂપ યોગ આત્મસ્વરૂપે પ્રગટ થાય છે. અર્થાત્ આત્માની સાથે યોગનો અનુવેધ(ઐક્યભાવ) પ્રાપ્ત થાય છે.” આથી સમજી શકાશે કે જે સમાધિમાં વૃત્તિ અને વૃત્તિબીજો સમગ્રપણે નિરુદ્ધ હોય છે અને આત્મા તે સમાધિસ્વરૂપથી અનુવિદ્ધ હોય છે, તે અસંપ્રજ્ઞાતસમાધિ માનસ(મનોજન્ય) વિજ્ઞાનથી વિકલ હોય છે. અહીં યાદ રાખવું જોઇએ કે આ અસંપ્રજ્ઞાતસમાધિ(વૃત્તિસંક્ષય નામના યોગમાં સમાવિષ્ટ) બે પ્રકારે છે. એક સયોગીકેવલી અવસ્થાભાવી અને બીજો અયોગીકેવલી અવસ્થાભાવી. એમાં પ્રથમ અસંપ્રજ્ઞાત સમાધિ, વિકલ્પાત્મક જ્ઞાનસ્વરૂપ મનોવૃત્તિઓના અને તેના બીજભૂત જ્ઞાનાવરણાદિના ઉદયના નિરોધથી ઉત્પન્ન થાય છે અને બીજો તો સર્વ કાયાદિવૃત્તિઓના અને તેના બીજભૂત ઔદારિકાદિ શરીરરૂપ વૃત્તિબીજોના આત્યંતિક ઉચ્છેદથી ઉત્પન્ન થાય છે.
આ સમાધિનું જ બીજું નામ છે ધર્મમેઘ. યાવત્ તત્ત્વની ભાવના વડે ફળની ઇચ્છાથી રહિત થઇને સર્વથા વિવેકખ્યાતિને(પ્રકૃત્યાદિથી ભિન્નપણાના જ્ઞાનને) પ્રાપ્ત કરેલ યોગી અશુક્લકૃષ્ણ ધર્મને સિંચે છે તેથી તેને ધર્મમેઘ એવી સમાધિ કહેવાય છે. ધર્મ મેતિ-સિતિ - આ ‘ધર્મજ્ઞેષ’ ની વ્યુત્પત્તિ છે. સામાન્ય રીતે શુક્લકર્મ, કૃષ્ણકર્મ, શુક્લકૃષ્ણકર્મ અને એક પરિશીલન
૧૫૫