________________
ઉત્કૃષ્ટસ્થિતિનો બંધ બે વાર કરવાના છે તેમને દ્વિરાવર્તન કહેવાય છે. શ્લોકમાંના વાવર્તનાલીનાના મારિ પદથી દ્વિરાવર્તન (દ્વિબંધક) જીવો અને ત્રિરાવર્તનાદિ જીવોનો સંગ્રહ કરાય છે. એ સબંધક અને દ્વિબંધકાદિ જીવોને વ્યવહારથી તેમ જ નિશ્ચયથી અતાત્ત્વિક યોગ હોય છે. કારણ કે તે જીવોના પરિણામ અશુદ્ધ હોય છે. તેથી સબંધકાદિ જીવોને અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગ અતાત્ત્વિક હોય છે.
એ અતાત્ત્વિક યોગનું ફળ પ્રાયે કરી અનર્થ હોય છે. કોઈ જીવવિશેષને તેનું તેવા પ્રકારનું અનિષ્ટ-અનર્થસ્વરૂપ ફળ કોઈ વાર ન પણ પ્રાપ્ત થાય. પરંતુ મોટા ભાગે અતાત્વિક્યોગ અનર્થપ્રદ જ છે. અતાત્ત્વિકયોગ વખતે, તેવા પ્રકારના (તાત્વિયોગને અનુકૂળ) ભાવથી સારભૂત અધ્યાત્મ અને ભાવના યોગવાળા યોગી જનોને ઉચિત એવો વેષ તેમ જ તેવી ક્રિયા અને ભાષા હોય છે. અર્થાત્ માત્ર બાહ્ય વેષ, ક્રિયા વગેરે હોય છે; પરંતુ કોઈ પણ પ્રકારની તેવી શ્રદ્ધા હોતી નથી. બાહ્ય દૃષ્ટિએ યોગી જનોનું સ્વરૂપ, તેમની કાયિક ચેષ્ટા અને વચનની પ્રવૃત્તિ અતાત્ત્વિકયોગવાળા આત્માઓમાં જોવા મળે પરંતુ આંતરિક એવી કોઈ શ્રદ્ધા તેમનામાં હોતી નથી, જેથી બહુલતયા એ આત્માઓને અનર્થની જ પ્રાપ્તિ થતી હોય છે. તથાભવ્યત્વની વિશિષ્ટતાએ કોઈ વાર આવા અતાત્ત્વિક યોગની પ્રવૃત્તિથી તે જીવવિશેષને પ્રત્યપાય-અનર્થની પ્રાપ્તિ થતી નથી. તેથી શ્લોકમાં પ્રાયઃ પદનું ઉત્પાદન કર્યું છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. ૧૯-૧પ ધ્યાનાદિયોગ કોને હોય છે - તે જણાવાય છે
शुद्ध्यपेक्षो यथायोगं, चारित्रवत एव च ।
हन्त ध्यानादिको योगस्तात्त्विकः प्रविजृम्भते ॥१९-१६।। शुद्ध्यपेक्ष इति-यथायोगं यथास्थानं । शुद्ध्यपेक्ष उत्तरोत्तरां शुद्धिमपेक्ष्य प्रवर्तमानचारित्रवत एव च हन्त तात्त्विकः पारमार्थिकैकस्वरूपो ध्यानादिको योगः प्रविजृम्भते प्रोल्लसति ।।१९-१६॥
યોગને અનુસરી ઉત્તરોત્તર શુદ્ધિની અપેક્ષાએ ચારિત્રવાળા જ આત્માઓને પારમાર્થિક ધ્યાન વગેરે યોગનો આવિર્ભાવ થાય છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે તે તે અવસ્થાના અધ્યવસાય મુજબ ઉત્તરોત્તર થતી પરિણામની શુદ્ધિને લઈને પ્રવર્તતા ચારિત્રવાળા આત્માઓને જ પારમાર્થિક એક જ સ્વરૂપવાળો ધ્યાન, સમતા અને વૃત્તિ સંક્ષય સ્વરૂપ યોગ પ્રાપ્ત થાય છે. ચારિત્રવંત આત્માઓને છોડીને બીજા અવિરતિવાળા આત્માઓને ધ્યાનાદિસ્વરૂપ તાત્ત્વિકયોગની પ્રાપ્તિ થતી નથી.
ધ્યાનાદિસ્વરૂપ તાત્ત્વિક્યોગ ચારિત્રવાળાને જ હોય છે, બીજાઓને નહીં – આ નિયમ છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. યોગબિંદુમાં શ્લો.નં. ૩૭૧નું અહીં થોડું અનુસંધાન કરવું જોઈએ. ૧૧૮
યોગવિવેક બત્રીશી