________________
પણ માની શકાય એવો નથી. કારણ કે પોતે નાશ પામ્યા પછી તે દેશના વગેરે કરે એ શક્ય નથી. અન્યથા મૃત મયૂરનો ટહૂકો માનવાનો પ્રસંગ આવશે. આથી સ્પષ્ટ છે કે પરમાત્માને કોઈ પણ રીતે અનિત્ય માની શકાય એમ ન હોવાથી પરમાત્માને અનાદિશુદ્ધ નિત્ય માનવામાં આવે છે.
આની સામે બૌદ્ધોનું એ કહેવું છે કે જો ઇશ્વરને અપ્રચ્યત(અવિનાશી), અનુત્પન્ન અને સ્થિર એક સ્વભાવવાળા એકાંતે નિત્ય માનવામાં આવે તો તેમનામાં કોઈ પણ રીતે અર્થક્રિયાકારિત્વ ઘટી શકે એમ નહીં બને. કારણ કે નિત્ય પરમાત્મા વગેરે) ક્રમે કરીને અર્થક્રિયા (પોતાનું કાર્ય કરે કે યુગપ૬ (એક કાળમાં) કરે - આ બે વિકલ્પમાંથી કોઇ પણ વિકલ્પ સંગત નથી. કારણ કે નિત્ય વસ્તુમાં તે તે સકલ કાર્ય કરવાની શક્તિઓ સદાને માટે હોય છે. સહકારીકારણના સમવધાનમાં તે તે વસ્તુમાં કોઈ અતિશયનું આધાન થતું ન હોવાથી નિત્ય વસ્તુ; તે તે બધાં જ કાર્યો એક જ કાળમાં કરી શકશે, પરંતુ એમ બનતું નથી. આથી પ્રથમ વિકલ્પમાં ત્રણેય કાળનાં બધાં જ કાર્ય એકીસાથે કરવાનો પ્રસંગ આવશે. બીજો વિકલ્પ માની લેવામાં આવે તો નિત્ય વસ્તુએ એક જ ક્ષણમાં બધાં કાર્યો કરી લીધાં હોવાથી બીજી ક્ષણે કોઈ પણ કાર્ય કરવાનું રહેતું ન હોવાથી અથક્રિયાકારિત્વના અભાવના કારણે નિત્ય વસ્તુમાં અવસ્તુત્વ માનવાનો પ્રસંગ આવશે. વસ્તુમાં વસ્તુત્વ અર્થક્રિયાકારિત્વસ્વરૂપ છે. આથી સ્પષ્ટ છે કે એકાંતે નિત્ય વસ્તુનો સ્વીકાર કરવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ એક પણ વિકલ્પ સંગત નથી. તેથી પ્રત્યેક ક્ષણે પરાવર્તમાન જુદી જુદી વસ્તુનો સ્વીકાર કરવામાં આવે છે.
આ રીતે પરસ્પર તે તે દર્શનકારોની વાતમાં પરસ્પર વિરોધ આવે છે. તેમ જ ગુણના પ્રકર્ષ સ્વરૂપ વિશેષવાળા પુરુષ સ્વરૂપ પરમાત્માની આરાધનાથી પ્રાપ્ત કરવા યોગ્ય ફલેશાભાવસ્વરૂપ ફળમાં કોઈ જ ભેદ(મતભેદ) નથી. અર્થાત ગુણપ્રકર્ષસ્વરૂપે પરમાત્માની આરાધનાથી ફલેશના અભાવ સ્વરૂપે ફળની પ્રાપ્તિ થાય છે એમાં કોઈને વિવાદ નથી. તેથી પરમાત્મામાં એકાંતે નિત્યત્વાદિ વિશેષની કલ્પના નિરર્થક છે. ભાવથી-પરમાર્થથી (વાસ્તવિક રીતે) ગુણપ્રકર્ષાત્મક વિશેષવાળા પરમાત્માની પ્રત્યેનું બહુમાન જ ફળ(ક્લેશાભાવસ્વરૂપ ફળ)ને આપનારું છે અને તે મુક્ત, બુદ્ધ વગેરે બધામાં સરખું જ છે. ll૧૬-૨વા સંસારના કારણને આશ્રયીને કલ્પનાની નિરર્થકતા જણાવાય છે–
अविद्याक्लेशकर्मादि, यतश्च भवकारणम् ।
તતઃ પ્રધાનમેવત, સંજ્ઞામે મુપાતિમ્ //૦૬-૨૧ अविद्येति-अविद्या वेदान्तिनां, क्लेशः साङ्ख्यानां, कर्म जैनानाम्, आदिशब्दाद्वासना सौगतानां, पाशः शैवानां । यतो यस्मात् । चकारो वक्तव्यान्तरसूचनार्थः । भवकारणं संसारहेतुः । ततस्तस्मादविद्यादीनां भवकारणत्वाद्धेतोः प्रधानमेवैतदस्मदभ्युपगतं भवकारणं सत् संज्ञाभेदं नामनानात्वमुपागतम् ।।१६-२१।। ૨૪
ઇશાનુગ્રહવિચાર બત્રીશી