________________
મામુa [ મો. જિ. . ] અને જીવનનું ધ્યેય કેળવણી અને જ્ઞાન પ્રસારને કરે, એવા કાર્ય પાછળ ગમે તેટલી શક્તિને ભોગ આપે અને મીઠાશથી જમનરંજન કરી કામ પાર ઉતારી કેળવણીનાં અનેક કાર્યોને પાર પાડે; તે માટે તે વ્યક્તિની દીર્ધદર્શિતા અને આદર્શ વિચારણા માટે તે દરેક વિચારકને સન્માન થાય એમાં નવાઈ નથી, પણ જ્યારે એ જ્ઞાનપ્રસારની વિવિધતા વિચારવામાં આવે ત્યારે એક મસ્તિષ્કમાંથી આટલી પ્રેરણા પરંપરા કેવી રીતે ઉદ્ભવી પ્રસાર પામી હશે તેનું આશ્ચર્ય થયા વગર રહે તેમ નથી અને તે વાતને યથાસ્વરૂપે બનતી રીતે રજૂ કરવાની આવડત અને અભિરુચિ માટે લેખક તરફ આનંદ દર્શાવ્યા વગર રહી શકાય તેમ નથી.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના અને વિકાસને પ્રસંગ બાજુએ રાખીએ તે મારવાડ જેવાં પછાત દેશમાં વિદ્યાલય સ્થાપવાની વાતને મક્કમ કરવી કે પંજાબમાં જન કોલેજ કરવી કે બગવાડામાં કેળવણુકેન્દ્ર સ્થાપવાં એ કાંઈ સાધારણ વાત નથી. આ યુગની એ વિજય વરમાળા છે. એનાં ફળ જૈન સમાજને આગળ જતાં મળવાનાં છે અને સમાજના વિકાસનાં એ સીમાચિહ્નો હોઈ અતિ આવકારદાયક છે. આ સર્વ હકીકતને અતિશયોક્તિ વગર એક સ્થાને સંકલિત કરનાર લેખકને ખરેખર ધન્યવાદ ઘટે છે. એ પ્રસંગેના ગુણદોષમાં ઊતરવાનો મારો આશય નથી અને આમુખમાં એ દૃષ્ટિબિન્દુને સ્થાન પણ ન હોય. મારો મુદ્દો આચાર્યવયંના આ વિદ્યાવિલાસી ધર્મમય માનસને યથાસ્વરૂપે એકઠા કરી રજુ કરવાની આવડતને અંગે ગ્રંથના લેખકને યોગ્ય ન્યાય આપવાનો છે. લેખક “યુગવીર ને " રાબર સમજ્યા છે, તેનો આશય તેણે અભ્યાસી લીધો છે અને તેને બરાબર બહલાવવામાં અતિ વિશિષ્ટ આદર્શોને એમણે જીવતા ક્યો છે. આ નજરે લેખકની લેખપ્રસાદી આપણી પ્રશંસા માંગી લે છે અને તે આપવામાં આપણે સંકેચ કરીએ તો આપણું ધમથી આપણે સ્યુત થતા હોઈએ એવું મને લાગે છે.