________________ આમુખ દુષ્યન્તની માતા એવું માનતી હતી. ભાઈ-ભાઈના સંબંધ તે સામાન્ય છે, પણ યુવરાજપદ એટલું સામાન્ય નથી. વિદૂષક પિતાને યુવરાજ કહે, એમાં દુષ્યન્તને યુવરાજ કહી શકાય એવો કોઈ વારસદાર નથી એવું સૂચન છે. યુવરાજ શબ્દ વિદૂષકની ઉંમર નક્કી કરવા અસમર્થ છે. તે જ પ્રમાણે બહુ શબ્દ ઉપરથી વિદૂષકની ઉંમર નક્કી કરી શકાય નહીં. અંગ્રેજીમાં chap, old boy જેવા શબ્દ વ્યાવહારિક અર્થમાં સમજવામાં આવે છે. તે જ પ્રમાણે બટુ શબ્દ પણ વ્યાવહારિક અર્થમાં સમજવો જોઈએ. (4) વિગત આપવામાં હોંશિયાર એવા સંસ્કૃત શાસ્ત્રકારે વિદૂષકની ઉંમર વિશે મૌન રાખે એ આશ્ચર્ય કહેવાય, ખરી રીતે વિદૂષકની ઉંમર નક્કી કરવાને પ્રયત્ન જ નિરર્થક છે. શાસ્ત્રકારોએ વિદૂષકની ઉંમરને વિચાર કર્યો નથી એ જ બરાબર છે. વિવેદી પાત્રનું તે કદી વય હોઈ શકે ? વિનદી પાત્ર કોઈ દિવસ જુવાન અથવા ઘરડું બની શકે ખરું ? કઈ નાટકના વિશિષ્ટ વિદૂષકની ઉંમર નક્કી કરવી હોય તે તે થઈ શકે. પણ તે દ્વારા વિદૂષકની ઉંમર બાબતને સામાન્ય સિદ્ધાંત કરે અયોગ્ય છે. સ્વપ્નવાસવદત્તાના પહેલા અંકમાં આવતે બ્રહ્મચારી એ મૂળમાં વિદૂષક વસંતક હોવો જોઈએ, એવું છે. પરીખ માને છે, પરંતુ એ ક૯૫ના તર્કદુષ્ટ છે. (અ) યૌગંધરામણના કારસ્તાનમાં વિદૂષક સામેલ છે એવું માનીએ તે પણ આ નાટકમાં વિદૂષકનું કાર્ય નાયકને દિલાસે આપવાનું છે. દુઃખના દિવસોમાં ઉદયનને સાંત્વન આપવું, અને વાસવદતાના મૃત્યુ વિશેને તેને ભ્રમ યોગ્ય વખત સુધી કાયમ રાખવો, એ કામ વિદૂષકને સોંપવામાં આવ્યું છે. વાસવદત્તા વિશેની ખરી બીનાથી તે અજાણ નથી. રમવાન પણ બધી વાત જાણતા હોવા છતાં ઉદયન સાથે શોકાલાપ કરે છે. ઉદયનની માફક જ તે પણ ખાવા-પીવાનું ભાન ભૂ છે. પરંતુ રાજ્યપ્રાપ્તિ માટે ૌિગંધરાયણે ઘડેલી યોજના પૂરી થાય તે માટે મસ્થાનને એવું નાટક કરવું પડે છે, તે જ પ્રમાણે વિદૂષક ઉદયનને સ્વપ્નમાં થયેલા વાસવદત્તાના દર્શન એ ખરાં નહી, ખોટાં છે, આભાસ છે એમ કહે ત્યારે તે ખરી રીતે યૌગં ધરાયણની યોજનામાં પિતાની કામગીરી જ બજાવતા હોય છે. ઉદયનના સમાધાન ખાતર “રાજમહેલમાં અવન્તીસુંદરી,નામની યક્ષિણ રહે છે, તે તે જોઈ હશે એવું જે વિદૂષક કહે છે તેનું કારણ સ્પષ્ટ છે. વાસવદત્તા પદ્માવતીની બેનપણી તરીકે ગુપ્તવેશમાં રહેતી હતી. રાજમહેલમાં કોઈને પણ, તેની વિશે બરાબર માહિતી ન હતી. પરંતુ તેના સ્વભાવની મધુરતા, ફૂલ ગૂંથવાની કલા, તેના પૂર્વજીવન વિશેનું અજ્ઞાન - વગેરે અનેક કારણોને લીધે વાસવદત્તા