________________ હાલમાં પ્રોજે. ટી. પરીખે પિતાના "The Vidusaka : theory and practice" નામના પુસ્તકમાં વિદૂષકની ઉંમર નક્કી કરવાનો પ્રયત્ન કર્યો છે. એમના મત પ્રમાણે વિદૂષક વિદ્યાથી હે જઈએ. બીજા એક લેખમાં “સ્વપ્નવાસવદત્તા'ના પહેલા અંકમાં જણાતા બ્રહ્મચારી એ વિદૂષક વસન્તક જ હોવો જોઈએ એવું એમણે પ્રતિપાડ્યું છે. (Bulletin of the Chundial Vidyabhavan, Vol. 2. 1955).એમના પ્રતિપાદનને ઉદ્દેશ ક્યાંયે સ્પષ્ટ થતું નથી, પણ તેઓ ડે. કીથના મતને પુરસ્કાર કરતાં હોય એવું લાગે છે, અને જો એમ હોય, તે તેમનું કહેવું ભૂલંભરેલું છે એમ કહો જ છુટકે. - (1) વિદૂષક તરુણ (નાના) છે, બ્રાહ્મણ વિદ્યાર્થી છે, એ પ્રા. પરીખના કથનને આધાર મળતો હોય તે તે વિદૂષક માટે વપરાતા બહુ શબ્દને. બટુ શબ્દનો અર્થ ‘તરણ વિદ્યાથી બ્રાહ્મણ” એમ થતો હોય તે પણ બધા જ વિદૂષકે બહુ હેતા નથી. સંસ્કૃત નાટકમાં વિદૂષકને નાયકના સહચર તરીકે ચિતરવામાં આવે છે, અને કોઈ એકાદ અપવાદ છેડીએ તો તે “નાના છોકરા હોય એવું લાગતું નથી. કેટલાક રાજા-નાયક તે બહુપત્નીક હોય છે. તેથી ખાલી હાસ્ય ઉત્પન્ન કરનાર, અથવા ડહાપણભર્યું બેલનાર નાનો છેક આધેડ વયના નાયકને સહચર હેાય એવી કલ્પના કરવી એ જ હાસ્યાસ્પદ છે. (2) હર્ષ, રાજશેખર, મહાદેવ, જેવા નાટકકારોએ વિદૂષકને વિવાહિત બતાવ્યો છે. રાજશેખરને વિદૂષક બચરવાળ છે. “વિદ્ધશાલભંજિકા'માં વિદૂષકની પત્ની રંગભૂમિ ઉપર આવે છે. “અભુતદર્પણ”માં વિદૂષક દર વરસે પિતાને ઘેર ઘેડીયામાં પગલીને પાડનાર ખૂલત હેવાનું કહે છે. આ બધા ઉલેખે કેવળ વિનોદ ખાતર હોય, તે પણ તે તરફ આંખ આડા કાન કરી શકાય નહીં. (3) શાકુંતલમાં વિદૂષક પિતાને યુવરાજ તરીકે સંબોધે છે. અહીં યુવરાજ શબ્દ ઉપરથી વિદૂષકની નાની ઉંમર નક્કી કરવામાં આવે તે કાલિદાસના લખાણનો મર્મ સમજાયો નથી એમ કહેવું પડશે. વિદૂષક જેને સહચર છે, એ દુષ્યન્ત પણ નાની ઉંમર નથી. તેને બે રાણીઓ તે છે જ. ઉપરાંત, યુવરાજ હમેશાં નાની ઉંમરને હવે જોઈએ એવો નિયમ નથી એ ઈતિહાસ જોતાં સ્પષ્ટ થશે. જ્યાં સુધી રાજ જીવતો હોય ત્યાં સુધી રાજાના છોકરાને અથવા તેના વારસદારને યુવરાજ' કહેવામાં આવે છે. યુવરાજ’ની ઉંમરને સવાલ જ હોય નહીં. ખરી રીતે, શાકુંતલમાં વિદૂષકને યુવરાજ કહી દુષ્યન્તની અનપત્યતાનું સૂચન નાટકકાર કરે છે. વિદૂષક પિતાને દુષ્યન્તને “નાને ભાઈ માને એ ગેરવ્યાજબી નથી.