________________ આમુખ સામાન્યતઃ જણાતી દાસી અને વિદૂષકની ગાળાનું મૂળ પણ બ્રહ્મચારી અને પંથલીના આ સંવાદમાં હેવું જોઈએ એવું તેઓ માને છે. આ મહત્ત્વની કડી જોડાય એટલે પછી, વિદૂષકે કરેલી બ્રાહ્મણની મશ્કરી વિશેની, અથવા તેની પ્રાકૃત ભાષા વિશેની સમજૂતી આપણને મળી રહે છે. તે જ પ્રમાણે, વિદૂષકના રૂપમાં અપરિહાર્ય રીતે જણાઈ આવતી શારીરિક વિકૃતિ પણ સેમિયાગમાંની સોમયણ જેવી વિધિ ઉપરથી ઉતરી આવી હોવી જોઈએ એવું તેઓ માને છે. “સમયણું (એટલે કે સોમ ખરીદવાની) વિધિમાં એક શૂદ્ર પાસેથી સોમવલી ખરીદવામાં આવે છે, ઘણી રકઝક પછી આખરે સમ ખરીદાય છે અને નક્કી કરેલી કીમત ચૂકવવાને બદલે એ શુદ્રને મારવામાં આવે છે. વિદૂષકની શારીરિક વિકૃતિનું અથવા હાસ્યાસ્પદતાનું મૂળ આ સમયણવિધિમાં હોવું જોઈએ એવું ડે. કીથ કહે છે. આમ, વિદૂષકનું મૂળ શોધવા માટે આપણી પાસે ધાર્મિક વિધિમાંથી પુરાવા ઉપલબ્ધ થતા હોય, તે તેમને બાજુએ મૂકી, તે માટે સામાજિક કારણે શોધવાં એ ખાલી ભૂલભરેલું જ નહીં, મૂર્ખાઈભર્યું પણ કહેવાય એવુ ડે. કીથને લાગે છે. વિદૂષક વિશેના તમામ પ્રશ્નના ઉકેલ આ પ્રમાણે મળતા હોવાને લીધે હેય, અથવા તે દ્વારા વિદૂષકની વિશેષતાઓને મૂળ આધાર વેદકાળથી ઉપલબ્ધ થત હેવાને લીધે હેય, ડે. કીથ પ્રસ્તુત વિચારોથી ખૂબ જ પ્રભાવિત થયા હેય એવું લાગે છે. પરંતુ જરા વિચાર કરતાં, પ્રસ્તુત સિદ્ધાન્તમાંના દેષ જણાયા વિના રહેતા નથી. પુસ્થલી અને બ્રહ્મચારી વચ્ચે જે સંવાદ ચાલે છે, તે સંવાદ ડો. કીથના સિદ્ધાન્તને મૂળ પાયો છે. પ્રસ્તુત સંવાદ પ્રાકૃતમાં થતો હોવો જોઈએ એવું ડો. કીથ માને છે. પરંતુ લાધ્યાયન શૌતસૂત્રમાં આપણને એ સંવાદ મળે છે, અને આશ્ચર્યની વાત તે એ છે કે પ્રસ્તુત સંવાદ લાયન શ્રૌતસૂત્રમાં સંસ્કૃતમાં આપવામાં આવ્યું છે એમ તે અશ્વમેધની વિધિમાં પણ રાણીએ બોલવાના મંત્રો અશ્લીલ હોવા છતાં છે તો સંસ્કૃતમાં જ. તેથી પ્રાકૃત ભાષાનું મૂળ શોધવાના ડે. કથિના પ્રયત્ન નિરાધાર છે. ખરી રીતે મહાવ્રત જેવી વિધિઓનું સ્વરૂપ સંપૂર્ણપણે ધાર્મિક હેઈ, તેમાં કોઈ પ્રતીકાત્મક અર્થ છુપાયેલું છે. વિદૂષકની શારીરિક વિકૃતિ માટે ડે. કીથને “સમય” વિધિને જે આધાર લેવો પડ્યો છે, તે લેવાની જરૂર નથી. ખરી રીતે, શારીરિક વિકૃતિ એ વિદૂષકનું હાસ્ય ઉત્પન્ન કરવાનું એક પ્રભાવી સાધન છે, અને તેને ઉપગ પાશ્ચાત્ય નાટકમાં પણ કરવામાં આવે છે. વિનોદી પાત્ર કુરૂપ હોવું જોઈએ એવું પ્લેટે ખાસ જણાવે છે.