________________ વિદૂષક - "The Sanskrit Drama' નામના પુસ્તકમાં આપ્યા છે. ડે. કીથ આ સિદ્ધાન્તમાંની ઉણપ બતાવી અંતે પિતાને મત રજૂ કરે છે. મારા સંશોધન નિમિત્તે મને જે કાંઈ વાંચવા મળ્યું તે દ્વારા મારું સમાધાન થઈ શકયું નહીં. વિદૂષકના પાત્ર દ્વારા બ્રાહ્મણોનું વિડંબન કરવામાં આવ્યું છે, તેમ જ વિદૂષક પ્રાકૃત ભાષા બોલે છે, આ બે મુદ્દાઓ ધ્યાનમાં લઈ કેટલાક વિદ્વાને વિદૂષકનું મૂળ પ્રાકૃત નાટકમાં, અથવા લેકનાટ્યમાં હોવું જોઈએ એમ માને છે. અર્થાત્ તેમના મત પ્રમાણે પ્રાકૃત નાટકમાંથી અથવા લેકનાટયમાંથી વિદૂષક સંસ્કૃત રંગભૂમિ ઉપર આવ્યો હોવો જોઈએ. પ્રસ્તુત સિદ્ધાન્તમાંના દેબ ડે. કીથે પોતાના પુસ્તકમાં બતાવ્યા છે. વિદૂષક બ્રાહ્મણોની મશ્કરી કરે છે એ વાત ખરી, પણ એ ફક્ત બ્રાહ્મણોની મશ્કરી કરતા નથી. બીજાની-નાટકના નાયક-રાજાની પણ-મશ્કરી કરવાનું તે છોડતો નથી એ વાત આપણે ધ્યાનમાં લેવી જોઈએ. તે જ પ્રમાણે, સંસ્કૃત નાટકે પહેલાં, કે પ્રાકૃત નાટકે પહેલાં, એ એક વિવાદ્ય પ્રશન છે. સંસ્કૃત નાટકે પહેલાં પ્રાકૃત નાટક અથવા લેકનાટકે હતાં કે કેમ તે વિશે ડે. કીથ પિતે શંકા વ્યક્ત કરે છે. તેથી વિદૂષક પ્રાકૃત ભાષા બોલે છે એ મુદ્દો લઈ તેનું મૂળ નકકી કરવું ભૂલભરેલું છે. હાલ, જવાબેટમાંની નાટચકલાને જે ઈતિહાસ ઉપલબ્ધ થયો છે, તે ઉપરથી જાવા-નાટકને ઉદય સંસ્કૃત નાટકના પ્રભાવ હેઠળ થયો હોવો જોઈએ એ સ્પષ્ટ થાય છે. નવા નાટકમાં પણ વિદૂષક જેવું પાત્ર આવે છે, અને તે ત્યાંની અત્યંત પ્રગ૯ભ ભાષાને - એટલે કે તદ્દેશીય સંસ્કૃત ભાષાને જ - ઉપયોગ કરે છે. અર્થાત સંસ્કૃતભાષી વિદૂષક ઉપરથી જાવા નાટકમાંનું વિવેદી પાત્ર વિકસ્યું હોવું જોઈએ. પ્રારંભકાળના અશ્વષ, ભાસ જેવા નાટકકારથી માંડી, પછીના સંસ્કૃત અને પ્રાકૃત નાટકે સુધી - બધાં નાટકોમાં વિદૂષકની ભાષા પ્રાકૃત હોય, તે પણ મૂળમાં તે પ્રાકૃત ન હતી, એ જાવા-નાટકના પુરાવા હેઠળ પુરવાર થઈ શકે તેમ છે. તેથી વિદૂષકની પાત્રનિર્મિતિ સાથે, અથવા તેની ભાષા સાથે પ્રાકૃતિને કેઈ સંબંધ હોય એવું લાગતું નથી. સંસ્કૃત નાટકને ઉગમ પ્રાચીન ધર્મવિધિમાંથી થયો એવું સામાન્ય રીતે માનવામાં આવે છે. તે જ પ્રમાણે વિદૂષકની ઉત્પત્તિ પણ પ્રાચીન ધર્મ વિધિમાંથી થઈ હેવી જોઈએ એવું ડે. કીથ માને છે. તેમના મત પ્રમાણે સમયાગની મહાવ્રત નામની વિધિમાં આવતા બ્રહ્મચારીમાંથી પછીના સંસ્કૃત નાટકમાં જણ વિદૂષક વિકસિત થયો હે જોઈએ. પ્રસ્તુત વિધિમાં બ્રહ્મચારી અને પુંથલીને સંવાદ આવે છે. એ સંવાદ અત્યંત અશ્લીલ છે. સંવાદ પ્રાકૃત ભાષામાં હેવો જોઈએ એવું ડે. કીથ પહેલેથી જ માની લે છે, અને પછી સંસ્કૃત નાટકમાં