________________
૧૫
–ટુંકામાં આખીયે રસકથા મધુરી અને સજાગ છે–તદુપરાંત આ નવલકથા એક નાની વાર્તા નથી પણ છ ખંડ અને દ૬ પ્રકરણની રસ સરિતા છે. એ નેહભરી, ધર્મની ત જગવનારી, નારી જીવનમાં સ્વામી ધર્મના સાચા સન્માન રેડનારી અને હૈયે હૈયે ઉત્સાહ સિંચનારી આ નવલકથા પ્રત્યેક જૈનેના આંગણે વસવી જોઈએ. ગ્રાહક થવા માટે અગાઉથી લખે કારણ કે જેન સમાજ આગળ પ્રથમ રજુ થતું રસમય–પ્રેમ.....મંદિર–હાથો હાથ ઉપડી જાય અને બીજી આવૃતિ સુધી વાટ જોવી પડે.....એ કરતાં તમારી રસવૃતિને સૌથી પહેલું પોષણ મળે એ તક તમે ન ગુમાવશે.
લગ્ન અને જન્મ પ્રસંગની યાદગાર માટે આ પુસ્તક એક બીજા સ્નેહીજનેને ભેટ પણ આપી શકાય તેવું સુંદર રસિક અને દળદાર થશે.
એવી જ રસમય બીજી કથા
- તિલક-મંજરીજેનેની કથા સાહિત્યને રસમય ખજાને આ નવલકથામાં જ ભર્યો છે. આ કથાના મૂળ રચનાર મહાકવિ ધનપાળી છે અને ગુજરાતની ભાષામાં નવલકથા રૂપે રજુ કરનાર કોકિલના ભૂતપૂર્વ તંત્રીશ્રી મેહનલાલ ધામી છે. એટલે આ નવલકથાના જેટલા વખાણ કરીએ તેટલાં ઓછા.