________________
સંવત ૧૯૯૦ ની સાલમાં આપવાનાં પુસ્તકમાંથી
જૈન સસ્તી વાંચનમાળા
બે રસમય નવલકથાઓ રજુ કરે છે. જેની વર્ષો થયાં વાટ જોવાતી હતી તે રસકથા પ્રેમમંદિર યાને નવકાર મંત્રનો પ્રભાવ.
આ રસકથા ગુજરાતના તરૂણ લેખક શ્રી મેહનલાલ ધામીએ રસભરીભાષા અને ધાર્મિક શૈલીથી લખી છે.
–આ સ્નેહકથામાં શૃંગારના બિભત્સ શબ્દચિત્રો નથી પણ હદય વલવી નાખે તેવા આદર્શનેહના સાથીયા છે.
–સ્વામીના સ્નેહ સંતાપે સુરી રહેલી શિયળવતી સ્નેહરમણીઓના અવનવા અભિલાષ છે.
– સાચી ટેક, સતીત્વને પ્રભાવ અને શ્રી નવકાર મંત્રને અજબ પ્રતાપ પાને પાને છે. •
–સ્ત્રી-પુરૂષના નેહ-ધર્મની રસભરી શૃંગાર કથાઓ વચ્ચે હૃદય-દાનની રસાત જાગે છે.