________________
ही अहँ नमः । ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
છે નમઃ |
વાચકવર શ્રીમાન્ ઉમાસ્વાતિજી વિરચિત સ્વપજ્ઞભાષઅલંકૃત
તત્ત્વાર્થાધિગમસૂત્ર
શબ્દશઃ વિવેચન
ભાગ-૪ અધ્યાય-૮, ૯, ૧૦
| ગષ્ટમોધ્યાયઃ |
ભાષ્ય :
उक्त आस्रवः । बन्धं वक्ष्यामः । तत्प्रसिद्ध्यर्थमिदमुच्यते - ભાષ્યાર્થ :
આશ્રવ કહેવાયોકછટ્ટા અધ્યાયમાં આશ્રવનું સ્વરૂપ કહેવાયું. હવે અમે બંધને કહીશું, તેની પ્રસિદ્ધિ માટે=બંધની પ્રસિદ્ધિ માટે=બંધ શેનાથી થાય છે ? તે હેતુને બતાવવા દ્વારા બંધની પ્રસિદ્ધિ કરવા માટે, આ સૂત્રમાં કહેવાય છે એ, કહે છે – ભાવાર્થ :
અધ્યાય-૧માં તત્ત્વનું શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે તેમ કહેલ અને અધ્યાય-૧ના સૂત્ર-૪માં જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ તત્ત્વ છે તેમ કહેલ. ત્યારપછી જીવ-અજીવનું સ્વરૂપ બતાવ્યું અને છઠ્ઠા અધ્યાયમાં આશ્રવનું સ્વરૂપ બતાવ્યું. છટ્ટા અધ્યાયના ૧૩મા સૂત્રમાં કહ્યું કે શાતાવેદનીયબંધના કારણભૂત અને વ્રતીની અનુકંપા દાનાદિ છે, તેથી જિજ્ઞાસા થઈ કે વતી કોણ છે અને વ્રતો શું છે ? તેથી સાતમા અધ્યાયમાં વ્રત અને વ્રતીનું સ્વરૂપ બતાવ્યું. ત્યારબાદ શાતાવેદનીયબંધના કારણભૂત દાનનું