________________
જોતાં એ જ સિદ્ધ થશે, કે જીવના કર્તવ્ય પ્રમાણે તેને ઉચિત અનુકુળ કે અનુચિત પ્રતિકુળ મળે છે, તેમાં ઈશ્વ. રને સંતાનને કે રાક્ષસોને દોષ નથી, રાજશાસન માફક પરમેશ્વર રાજ્ય ચલાવે છે, કે પરમેશ્વર બધાને રચે છે, સંહાર કરે છે, પાલનપોષણ કરે છે, બહ્મા વિષ્ણુ, મહેશના રૂપે છે ઈત્યાદિ લેકમાં જેટલાં મંતવ્ય છે, તે બધાં સામાન્ય બુદ્ધિના માણસને ધર્મમાં દેરવવા રચના કરી હોય તે એક અંશે પ્રશંસવા જેવું છે, પણ જે તેવું એકાંત માનતા હેય, અને ઉપર બતાવેલ તત્વજ્ઞાન ઉપર દુર્લક્ષ્ય રાખતા હોય તે તેવાઓને સમજાવવા માટે જ આ સૂયગડાંગ (સૂત્રકૃતાંગ) સૂત્ર રચ્યું છે, આ ભાષાંતરમાં કે મૂળમાં કેઈપણ જગ્યાએ વાંચકનું મન દુઃખવવા ઈરાદે રાખે. નથી, છતાં સજજન પુરૂષે ગુણગ્રાહક હેવાથી તેમાંથી કઈ પણ લાભ લેશે. પિતાના મંતવ્યોને સરખાવી જોશે, ઉચિત રીતે પરસ્પર પ્રેમ વધારી એકબીજાના વિચારે ઉપર સૂક્ષમ બુદ્ધિથી દીર્ઘ દૃષ્ટિએ જોશે, તે જેમ આગળ અનેક બ્રાહ્મણ પંડિતએ જેનધર્મના તત્વને સ્વીકારી દીક્ષા લેઈ અનેક ગ્રંથરત્ન રચેલાં છે, તેમ હાલ પણ તેઓ કરી શકશે.
જૈનના નવત, જીવ અજીવ પૂર્વે કહીગયા છીએ, પણ તેની સાથે