________________
.
26
વિષયની છાંટણી કરવામાં એક બીજી મુશ્કેલી પણ ભૂલવા જેવી નથી જ. ધાર્મિક વિષયો અને વ્યાવહારિક વિષયોને જુદા કરવા એ ઘણું જ કઠિન કામ છે, એમ મને લાગ્યું છે. માર્ગાનુસારી ગૃહસ્થના ૩૫ ગુણ કે શ્રાવકના ૨૧ ગુણો, નીતિ કે સદાચાર, કર્તવ્ય કે વિનયવિવેક, આ બધા વિષય, નૈતિક વિષયો જેવા દેખાવા છતાં, જેમ ધાર્મિક વિષયોથી જુદા પાડી શકાય નહિ; તેમ શ્રાવકોનાં ૧૨ વ્રત, ભાવના કે ધ્યાન, પંદર કર્માદાન કે અઢાર પાપસ્થાન એ ધાર્મિક ગણાતા વિપો વ્યાવહારિક વિયોથી જુદા પાડી શકાય નહીં. એમ હોવા છતાં આ પુસ્તકનો લાભ લેનારાઓની અનુકૂળતાને માટે આ પુસ્તકોમાં આપેલા બધા વિષયોને, બની શક્યું તેટલા વિચારપૂર્વક, ધાર્મિક અને વ્યાવહારિક એમ બે વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યા છે.
યદ્યપિ સુભાષિતોના સંગ્રહરૂપે સુભાષિત રત્નભાંડાગાર, સુભાષિતસુધારત્ન ભાડાગાર અને એવા અનેક ગ્રન્થ બહાર પડ્યા છે, પરંતુ એમાં મોટે ભાગે હિંદુ ગ્રંથમાંને જ સંગ્રહ છે; તેમજ તે ગ્રંથે સાનુવાદ નથી. આ બે ખામી મારા આ સંગ્રહમાંથી દૂર કરવામાં આવી છે. એટલે કે હિંદુ ગ્રંથે ઉપરાન્ત જૈન ગ્રંથે પકીના સુંદરમાં સુંદર સુભાષિતો આ સંગ્રહમાં જેમ વિશેષરૂપે લેવામાં આવ્યાં છે તેવી જ રીતે દરેક સુભાષિતને અનુવાદ પણ તેની સાથે આપવામાં આવ્યો છે.
એક બીજી પણ વિશેષતા આમાં છે કોઈ પણ લોક કયાંથી લેવામાં આવ્યો છે, એ સ્થાન પણ તે ગ્રંથના પૃઇ, અધ્યાય વગેરે સાથે આપવામાં આવ્યું છે. આ વિશેષતા અત્યાર સુધીના આવા બીજા સંગ્રહમાં ભાગ્યે જ જોવાય છે.
મારો આ સંગ્રહ લગભગ ચાર હજાર લોકોનો છે. તેનું એક જ પુસ્તક થતાં ઘણું મોટું થઈ જવાના કારણે અને વાચકોની અનુકૂળતાને માટે, એ બધા સંગ્રહને ચાર ભાગમાં બહાર પાડવાનું નકકી કરવામાં આવ્યું છે. ( આ દરેક ભાગ લગભગ ચાર ચારસો પાનાના થશે ) જેમાંના બે ભાગ થોડા જ વખત ઉપર બહાર પડી ચૂક્યો છે અને આજે ત્રીજો ભાગ જનતા સમક્ષ મૂકાય છે