________________
( કિંચિદ વક્તવ્ય હો
ઉજજ લગભગ વીસેક વર્ષ પહેલાંની વાત છે. સંસ્કૃત કાવ્યગ્રંથે અને ચરિત્રગ્રન્થોનો અભ્યાસ અને વાચન કરતાં, “ ભવિષ્યમાં વ્યાખ્યાનાદિ પ્રસંગે કામમાં આવશે,’ એ ઈરાદાથી કેવળ મારા જ ઉપયોગને માટે નોંધી લેવાતો “શ્લેકસંગ્રહ ” આમ બીજાઓના પણ ઉપયોગ માટે પુસ્તકાકારે બહાર પડશે, એવી સ્વપ્નમાં યે મેં આશા નહિ રાખેલી. દશેક વર્ષના મારા વાચનમાંથી આવા હજારેક કેને સંગ્રહ મારી પાસે થયો. એ સંગ્રહને જેનારાઓ પૈકીના ઘણું શુભેચ્છકોની એ ભલામણે વધારે સંગ્રહ કરવા તરફ મને ઉત્સાહિત કર્યો કે આ સંગ્રહ જે પુસ્તકાકારે બહાર પડે તો તે ઘણું ઉપદેશકો, ઉપદેશકે જ નહિ; પરન્તુ સામાન્ય વર્ગને પણ ઉપકારી થાય.” પરિણામે અભિનવ ગ્રન્થનું વાચન અને તેમાંથી સુંદર લાગતાં સુભાષિતોને સંગ્રહ હું કરતો જ ગયો. મારા આ સંગ્રહમાં લગભગ ચારેક હજાર કેનો સંગ્રહ, કે જેમાં પ્રાકૃત ગાથાઓને પણ સમાવેશ થાય છે, થતાં તેને છપાવવા માટે તૈયારી કરી કે જેના ફળસ્વરૂપ તેના ત્રણ ભાગો જનતાની સમક્ષ મૂકવા હું ભાગ્યશાળી થયો છું.
મારા આ સંગ્રહ તેના ખપી જીવેને વધારે ઉપયોગી થાય, એટલા માટે મારાથી બની શકું તેટલા અંશે તેના વિષયો અને પેટાવિષયે પાડવાનો પ્રયત્ન કર્યો છે. એ કહેવાની ભાગ્યે જ જર રહે છે કે ઘણી વખત એક જ સુભાષિત કયા વિષયમાં મૂકવું એ સમજવું બહુ કઠિન થઈ પડે છે. એનો વિષય ઘણી વસ્તુઓની સાથે સંબંધ રાખે છે, તેમ છતાં પણ એટલું વિચારી શકાયું તેટલું વિચારીને તેમ જ બીજા વિદ્વાન મહાનુભાવોની સલાહ લઈને વિષય-વિભાગો પાડવામાં આવ્યા છે. આશા છે કે-આના ઉપયોગી મહાનુભાવોને અમે કરેલી બંટણીથી જરુર લાભ થશે.