Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 30 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કળશને જોતાં પ્રભાતના મંગલમય વાદિત્રના નાદેએ તેને જાગ્રત કરી. “આહ ! કેવું મનોહર સ્વખ!) હર્ષના આવેશવાળી કલાવતીએ શંખરાજને એ સ્વનું નિવેદન કર્યું. “પ્રાણેશ ! એ મનહર સ્વપ્નનું ફળ શું ?" “પ્રિયે રાજ્યધુરાને ધારણ કરવામાં સમર્થ એવો પરાક્રમી પુત્ર થશે! તમારા મનોરથ સફળ થશે.” - “આપનું વચન સત્ય થાઓ.” કલાવતીએ રાજાનું -વચન અંગીકાર કર્યું. મનમાં અતિ હર્ષ પામી. - ગર્ભનો નિર્વાહ કરતાં કલાવતી શાસ્ત્રની રીતિ પ્રમાણે ગર્ભને પિષવા લાગી. ગર્ભને પોષણ મળે તેવું ભેજન ન કરતી, ઔષધ પણ પીતી હતી. ગર્ભના રક્ષણને માટે પિતાને હાથે જડીબુટીઓ બાંધવા લાગી. ઈષ્ટ દેવતાની આરાધના કરવા લાગી. ગર્ભના રક્ષણ માટે અનેક ઉપાય કરતી સમય નિર્ગમન કરવા લાગી. એવી રીતે નવ માસ વ્યતીત થયા ત્યારે પ્રથમ પ્રસુતિ પિતૃગૃહે થવી જોઈએ એ રીતિ હોવાથી વિજયરાજે રાજસેવકને મોકલેલા, તે સેવક શંખપુરમાં દત્તના માને આવી ગયા. રાજસભામાં બીજે. દિવસે જવાનો નિર્ણય થવાથી તે દિવસે તેમણે પરિશ્રમ ઉતારવા વિશ્રાંતિ લીધી. પણ કલાવતીને ખબર પડતાં તરત જ દત્તને મકાને દોડી આવી. કુટુંબના સમાચાર પૂછી ભાઈએ મોકલેલું ભેટયું લઈ રાજમહેલમાં પાછી ફરી. P.P. Ac. Gunratnasuri M.S. 1 . Jun Gun Aaradhak Trust .