Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૫
જ
-
-
-
-
-
કપાએલા હાથને બદલે નવીન બાહુલતા પણ આભૂષણયુક્ત પ્રગટ થઇ. સતી કલાવતી પોતાની બહુલતા અને દેવીને નિહાળી ખુશી થતાં દેવીની સ્તુતિ કરી. હે દેવી! તમે જય પામે ! હે નિર્દોષ અને પવિત્ર માતા! તમારું કલ્યાણ થાઓ. મારા જેવી દીન, દુ:ખી અને અનાથ અબળાઓનું તેજ રક્ષણ કરનારી છે, જીવિત આપનારી છે.”
સતી! દુ:ખમાં ધીરજ રાખજે. ભવાંતરનું તારું મહાન પાપકર્મ હવે નામશેષ થઈ ગયું છે. સૌ સારું થશે. હજી તારે આ પુત્ર સહિત ઘણે કાલ રાજસમૃદ્ધિ ભેગવવાની છે. હિંમત રાખજે દેવી તરતજ અદશ્ય થઈ ગઈ
પોતાના બન્ને કમલ હાથાવડે બાળકને તેડી લઈ કલા-. વતી નદીના કાંઠેથી દૂર એક વૃક્ષ નીચે આવીને બેઠી. મનમાં અનેક વિચાર થતા હતા, વિચારેને અંગે સંતાપ હતો, વ્યાકુળતાય હતી. “અરે! પૂર્વે જે મેં શ્રમણીધર્મ સ્વીકાર્યો હોત તો મારે આ આપદા ક્યાંથી આવત? જેમનાં મનમંદિર કામ પિશાચની વ્યાકુળતા રહિત છે, જેઓ શીલ ધર્મથી સુશોભિત છે તેમજ જીનેશ્વરના આગમોનો અભ્યાસ કરવામાંજ જે પિતાને કાલ નિર્ગમન કરે છે એવા શ્રમણ શ્રમણ વગરને મારે નમસ્કાર થાઓ. પિતાના પાપની નિંદા કરતી કલાવતી ડુસકાં ભરતી વતન પ્રાણીઓનેય રડાવવા લાગી. કલ્પાંત ભરેલી એ ગોજારી રાત્રી પણ પૂર્ણ થઇ ગઈ પ્રાત:કાળનો સૂર્યોદય થયો, પ્રભાતનાં પંખી. પોતપોતાની ભાષામાં કિલકિલાટ કરતાં મધુર ગાનને આરંભ કરતાં હોવાથી વનપ્રદેશ પણ રમણીય લાગવા. માંડ્યો. એ કુદરતની લીલા જોવામાં. કલાવતી પિતાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com