Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
४७२
પૃથ્વોચંદ્ર અને ગુણસાગર
ઝળકી રહ્યાં છે તે પછી ચાર ચાર મણુના બત્રીસ મોતી વિમાનની શોભામાં વૃદ્ધિ કરી રહ્યાં છે. એની પછી બે બે મણનાં ચેસઠ તી આવેલાં છે. એ મેતીના જીમખા પછવાડે એક એક મણનાં એકસો અઠ્ઠાવીસ મોતી રહેલાં છે એ પ્રમાણે એક ચંદ્રવામાં બસોને ત્રેપન મોતીને જુમો રહેલો છે.
એ મોતીમાં વિવિધ પ્રકારના નાટારંગ સ્વાભાવિક જ થયા કરે છે. દરેક મતીમાં જુદી જુદી જાતના થતા શાશ્વતા એ નાટારંગને જોતાં ઉત્પાદ શવ્યામાં રહેલા દેવને શયાથી નીચે ઉતરવાની પણ જરૂર પડતી નથી-કુરસદ નથી.
પવનની મંદમંદ લહરીઓથી એ મોતી પરસ્પર અફળાય છે એક બીજાના સંઘર્ષથી અનેક રાગ રાગણી ઉત્પન્ન થાય છે મનહર દેવતાઈ વાદિષ્ટ કરતાં પણ અને ગણી મીઠાશવાળી એ રાગરાગણીના શ્રવણમાં ને મેતીની અંદર થતા નાટારગને જોતાં જોતાં તેમનો બધો કાળ ચાલ્યો જાય છે. તેત્રીસ હજાર વર્ષે જ્યારે એને આહારની ઇચછા થાય છે ત્યારે પણ ઇચ્છા થતાંની સાથે જ તે તૃપ્ત થઈ જાય છે, ને આહારની પ્રાપ્તિ માટે તેમને પ્રયાસ કરવાનીય જરૂર પડતી નથી. | સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતા પિતાના એ દિવ્ય સુખમાં એવા તો લયલીન છે કે એટલું બધું દીર્ઘ આયુ પણ પસાર થઈ જાય છે તેમની તેમને ખબર પડતી નથી.
ફક્ત છઠ્ઠના તપની ન્યૂનતાએ જ ઉત્કૃષ્ટ સંયમી મનુષ્ય એ વિમાનમાં ઉત્પન્ન થાય છે. બાકી તે મોક્ષે જ પહોંચી જાય એવા એ લવસતમ દેવતાઓ કહેવાય છે. અગીયારમા ગુણસ્થાનકે જે કાળ કરે તે પણ અનુત્તર વિમાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com