Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૪૮૦
1 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર . “સ્વર્ણ ભૂમિમાં જઈ મહેનત કરી સુવર્ણ કમાઈ લાવે. જાઓ કમાઈ ઝટ વહેલા આવે, કપિલાએ કહ્યું
- કપિલાનાં વચન સાંભળી કેશવ સ્વર્ણભૂમિ તરફ ચાલ્યો ત્યાં ધન ઉપાર્જન કરી પોતાના વતન તરફ પાછા. ફર્યો ત્યારે કેશવને માર્ગમાં એક ઈદ્રજાલીયો મએ પ્રપંચીના સરદાર ઈદ્રજાળી કે પૂછવાથી કેશવે મૂર્ખતાથી. પિતાની બધી વાત કહી દીધી. પોતે સુવર્ણ કમાવી લાવેલ તે પણ જણાવી દેવાથી ઇજાલિકે કેશવને ઠગી સુવર્ણ પડાવી લેવાને વિચાર કર્યો.
ઈદ્રજાલિકે પિતાની ઈજાળવિઘા ફેલાવી કેશવ અને ઈજાલિક સાથે મુસાફરી કરતાં નગરની સમીપે એક વૃક્ષ નીચે વિસામે લેવાને બેઠા. તે સમયે એક સેળ વરસની માયાવી વિપ્ર કન્યા સાથે તેનાં માતાપિતા પણ એજ વૃક્ષ નીચે આવી એક બાજુએ વિસામે લેતાં બેઠાં. એ સેળ વર્ષની વિપ્રકન્યાની મનહરતા જોઈ કેશવ લભાઈ જતો વારંવાર એના સામે જોવા લાગ્યા. '
નિર્લજ થઈ કેશવે એ કન્યાની એના માતાપિતા પાસે માગણી કરી. જવાબમાં એના પિતાએ સહસ્ત્ર દિનારની માંગણી કરી. પછી કેશવ હજાર દીનાર આપી એ કન્યા સાથે પરણી ગયે, લગ્નને યોગ્ય ખાન પાનની. સામગ્રી પણ પેલાની માયાથી ત્યાં આવી હાજર થઈ એ નવીન કન્યાને પરણી બટુક ખુશી થયે આ ઈદજાલિક એની પાસેથી સઘળું સુવર્ણ એ રીતે તફઘવી પલાયન કરી ગયો તે સાથે પોતાની ઇંદ્રિજાળ માયા પણ સંહરી લીધી. પછી તે ન મળે નારી કે ન મને કાંઇ સામગ્રી, આ બધી લીલા જોઈ બટુક આવ્યો બની ગયો “અરે! આ શું! સુવર્ણ પણ ગયું ને નેહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com