Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને નેહસંબંધ
૫૦૩
કરતા કેટલાક ગુણસાગરને વખાણતા હતા. કેટલાક કહેવા લાગ્યા કે રતિના રૂપને જીતનારી આઠે કન્યાઓને ત્યાગ કરી ગુણસાગર દીક્ષા ગ્રહણ કરશે. એવા એના આત્માને ધન્ય છે. ત્યારે કેટલાક કહેતા કે દીક્ષા લેવાને ઉત્સુક થયેલા ગુણસાગરને માતા પિતાએ કન્યારૂપી બેડીઓ પહેરાવી દીધી કે જેથી વ્રત લેવા તે હવે તૈયાર થશે જ નહિ. કેટલાક કહેવા લાગ્યા કે આ મૂઢ સ્ત્રીઓ-કન્યાઓ શું જાણુને આ વૈરાગ્યવાન સાથે પરણી હશે. સુવર્ણની છુરી શું કાંઈ પટ ઉપર મરાય છે? એવી રીતે ભિન્નભિન્ન નારીએનાં વચનને સાંભળતો ગુણસાગર પ્રિયા સાથે પોતાના મકાને આવ્યું,
પિતાના વિશાળ મકાનમાં ભદ્રાસન ઉપર ગુણસાગરને બેસાડી આજુ બાજુ તેની માતા તથા પિતાદિક પરિવાર બેઠો કુમારની પાસે એની સ્ત્રીઓ-નવીન પત્નીઓ બેઠી, તે પછી એ વરરાજા આગળ વીણાના તાર સાથે પોતાના કંઠને મેળવતી તેમજ ચરણના ઠપકા વડે મનને રંજન કરતી પણ્યાંગનાઓ અદભૂત નૃત્ય કરવા લાગી.
બધો પરિવાર જ્યારે એ અદ્દભૂત નાટક જોવામાં સાવધાન હતા ત્યારે તરતને પરણેલ ગુણસાગર શું વિચાર કરતો હતો? બાહ્યથી સંસારના બંધનમાં બંધાયેલ ગુણસાગર તો સમતારસમાં લીન થયો છતો સંસારની અસારતા ચિંતવતો હતો. “અરે! ભવરૂપી વૃક્ષનું મૂળ આ સ્ત્રી જ છે, એને સમાગમ કરવાથી પુત્રાદિક સંતતિ ઉત્પન્ન થાય છે. એ કુટુંબના પરિવાર માટે જીવને પાપ રૂપી આજીવિકા કરવી પડે છે. એવી સ્વાર્થ પુરતો જ સ્નેહ દર્શાવનારી વિરક્ત સ્ત્રીની કેણ ડાહ્યો માણસ ઇચ્છા કરે ? રાગી ઉપર પણ વૈરાગી થતાં આ સ્ત્રીઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com