Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
-
-
-
- -
-
-
૫૧૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
હે ભગવન! તમારામાં તેમજ ગુણસાગર કેવલી માં આટલી બધી સરખાઈ કેમ જણાય છે?”
એ સુધનના પ્રશ્નના જવાબમાં પૃથ્વીચંદ્ર કેવલીએ પર્ષદાની આગળ શંખરાજા અને કલાવતી રાણીના ભવથી શરૂ કરી બન્નેને આ ભવમાં કેવલજ્ઞાન પ્રગટ થયું ત્યાં લગીને તમામ વૃત્તાંત કહી સંભળાવ્યા. એ એક વિશે ભવનો બન્નેને સંબંધ સાંભળી પર્ષદા તાજુબ થઇ ગઈ
છેવટે ઉપસંહાર કરતાં કેવલી બોલ્યા, “હે સુધન! અમે બન્ને દરેક ભવમાં લગભગ પુણ્યાનુબંધી પુણ્ય સરખું જ મેળવતા હતા. જેથી અમે સરખી સુખ સંપત્તિ ભોગવતા હતા, હે શ્રેષ્ઠિન ! આસન્ન સિદ્ધ થનારા તત્વવેદી નાં મનવિષની માફક વિષયોમાં રમતા નથી. - પૂર્વભવની આ મારી સ્ત્રીઓ પણ સંયમની આરાધના કરી અનુત્તર વિમાનમાં દેવપણે ઉપ્રન્ન થઈ ત્યાંથી આ ભવમાં પણ મારી સ્ત્રીઓ થઈ. મારી પછવાડે તે પણ કેવલજ્ઞાનને પામી. જગતમાં પ્રાય: કરી સરખા ગુણવાળા પ્રાણુઓમાં જ પ્રેમ ઉત્પન્ન થાય છે. રાજહંસની સી મરાલી કાગની સાથે કઈ રમતી નથી. એ પ્રમાણે કેવલજ્ઞાનીની વાણી સાંભળી સુધન પણ પ્રતિબોધ પામ્યો છત ધર્મ પામ્યો. બીજા પણ અનેક ભવ્યજને ધર્મને પ્રાપ્ત કરી યથાશક્તિ ધર્મનું આરાધન કરવા લાગ્યા. એવી રીતે ભવ્યજનેને ધર્મ પમાડી પૃથ્વીચંદ્ર કેવલી પરિવાર સાથે અયોધ્યાથી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા,
અયોધ્યાની ખાલી પડેલી રાજ્યગાદી ઉપર સૌધ
હરિસિંહરાજાના દ્વિતીય પુત્ર હરિષણને રાજ્યાભિષેક કર્યો. તે પછી તે પોતાના સ્થાનકે ગયા.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat