Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેહસભ ધ
હે સ્વામિનિ ! શાક ના કરો. બીજાની આપેલી વસ્તુઓથી હંમેશાં સુખ રહેતુ... નથી. માટે એવા લાભાલાભમાં ડાહ્યા પુરૂષા હુ શાક કરતા નથી. એવી અપમાન જનક પરાશા રાખવામાં ફાયદા પણ શા! તેથી સજ્જન પુરૂષા સાષને ધારણ કરી ગમે તેવી અવસ્થામાં પણ પેાતાને સુખી માને છે.” સખીએ દિલાસા આપ્યા.
૨૧૩
સખીની વાત સાંભળીને ચંદ્રકાંતા કહેવા લાગી. હું સખી! પારકી આશા સદાય નિરાશા! પર આશા ઉપર જીવનનુ જે અવલંબન છે તે પરાભવનું સ્થાનક છે, જે શબ્દાદિક કામભાગે બીજા પાસેથી પ્રાના કરીને ભાગવવા ઇચ્છે છે તે પચે દ્રિયના પરાધિનપણાથકી નિશ્ચયપણે પરાભવ પામે છે. એ ભાગાને ભાગવ્યા છતાં પણ પ્રાણીઓ તૃપ્તિને પામતા નથી. તેા પછી ભોગવ્યા છતાં એવા ભાગાનું અભિમાન પણ શું ! જરૂર આ બધા માહુના વિલાસા માત્રજ છે. માટે હું તેા હવે સ્વાધીન એવી પ્રત્રવ્યાનેજ અંગીકાર કરીશ, પરાધીન એવા આ કામ ભાગેાથી સર્યું. ”
ચકતાનાં વૈરાગ્યયુક્ત વચન સાંભળીને સખીઓ એના ચરણમાં નમસ્કાર કરતાં ખાલી. હું મહાદેવી ! પૃથ્વી ઉપર દેવસેન ભુપાળ રાજ્ય કરે છે તે આપને કાંઈ પરાધીન નથી. માટે આવું હસવાયેાગ્ય બેલવું તમને યાગ્ય નથી.”
“અરે ! આ સંસારનું સુખ મેં જોયુ, સ્નેહીજનાના સ્નેહુ પણ જોયા. મુખે મધુરાં પણ પરિણામે કંપાકના ફૂલસમાન કડવા વિપાકવાળાં આ ભવસુખમાં સજ્જના જાણ્યા પછી કાંઈ લુબ્ધ થતા નથી. કારણકે ધર્મના ત્યાગ કરીને જે વિષયાની અભિલાષા કરે છે તે અમૃતના ત્યાગ કરીને વિષનુંજ ભક્ષણ કરે છે. કહ્યું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
1
www.umaragyanbhandar.com