Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેહસ બ ધ
૨૫
ગ્રહણ કરેલા છે.” ચદ્રનાં વચનથી રાજા ખુશી થયા તે તેને પેાતાના અંગરક્ષક મનાવ્યા. સામતકન્યા પરણાવી અને સુખી કર્યાં–પાતાના પુત્ર જેવા કર્યાં.
અન્યદા માટ્ટ સૈન્ય લઇને ચંદ્રે કુંભરાજાને પડકાર્યાં, અભિમાની કુંભરાજા તેની સામે આવ્યા, બન્નેના રણસંગ્રામ પૂરજોસમાં ચાલ્યા, એ યુદ્ધમાં ચદ્રે કુંભરાજાને પડી બાંધી જયસેન રાજાની સમક્ષ હાજર કર્યાં. રાજાએ પાતાની આજ્ઞા મનાવી કુંભરાજાને છેડી દીધેા ને ચડ્યા સારી રીતે સત્કાર કર્યાં. તે પછી ચદ્રકુમાર પણ સુખમાં દિવસે પસાર કરતા હતા.
યુવરાજપદ્મથી અસંતુષ્ટ શૂરકુમાર પિતાને મારીને તેના રાજ્યની ઈચ્છા કરતા અનુકૂળ સમયની રાહ જોવા લાગ્યા.
એક દિવસે રાત્રીને સમયે શૂરકુમારે રાજાના શયનગૃહમાં ઘુસી જઈ રાજા ઉપર તલવાર ચલાવી દીધી. એ ધસારાથી જાગ્રત થયેલી રાણીએ બૂમાબૂમ કરવાથી ચાકીદ્વારા ઢાડી આવ્યા. તેમણે નાશી જતા ખુનીને પડી લીધેા. નિશાસમયે આરક્ષકાએ બાંધેલા તે ખુની પ્રાત:કાળે કુમાર તરીકે માલુમ પડવાથી રાજા આગળ વાત કરી, ઘાની પીડાથી દુ:ખી થતા રાજાએ પુત્રને દેશનિકાલ કર્યો.
ત્યાર પછી તરત જ રાજાએ મંત્રીઓની સાથે એકમત થઇ. ચકુમારની તપાસ કરાવી, તેને તેડાવી રાજપાટ સાંપી દીધું. તે પછી ઘેાડા દિવસે રાજા વેદનાથી મૃત્યુ પામી ગયા.
રાજા મૃત્યુ પામીને વાઘ થયા. જીરકુમાર પિતાના ઘાત કરી કલકિત થયેલા અને જગલમાં કુકમ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com