Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૩૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
નજીક આવ્યા. વડલાની શાખા ઉપર ચઢી તેની સાથે આંધેલા મૃતકના બંધ કાપી એ મૃતકને લઈ રાજા વડની નીચે ઉતર્યાં. તે દરમિયાન મૃતક ફરીને એ શાખાએ જઇ વળગ્યું. રાજા ફરીને વૃક્ષ ઉપર ચઢા મૃતકના બંધ કાપી મૃતકની સાથે નીચે ઉતર્યાં.
રાજાના સાહસની પરીક્ષા કરતા એ મૃતકની અંદર રહેલા વ્યંતર ખેલ્યા. “ હે રાજન ! જો મારા પીછે નહિ છેડે તા હું... તને મારી નાખીશ. ખંડ ખંડ તારા ટુકડા કરી ભૂતાને બલિદાન આપીશ. " વ્યંતરના હાકોટવા છતાં રાજાએ પાતાનુ મૌન છેડયુ· નહિ. વ્યંતરને કઈ પણ જવાબ ન મલવાથી રાજાને ભયભીત કરવા માટે હજારો ભયંકર રૂપા પ્રગટ કરી ભયંકર ત્રાડા પાડવા લાગ્યા. તાપણ વ્યંતરની એ ભયંકરતા રાજાના હ્રદયને લેશ પણ સ્પશી નહિ શકવાથી રાજાના સત્યથી પ્રસન્ન થયેલા વ્યંતર ખેલ્યા.
હે વીર ! હે ધીર ! પાતાના કાર્યને પાર પાડનારાઆમાં તું મુગુટમણિ છે. તારા નિશ્ચયપણાથી હુ પ્રસન્ન થયા છું. કિંતુ એક સત્ય વાત સાંભળ. રાજન ! તુ પુત્રની આકાંક્ષાવાળા છું. છતાં પ્રસન્ન થયેલા આ યાગી તારી આશા પૂરશે નહિ. ચાગી માયાવી છે, ને તું સરલ સ્વભાવી છે. તારા દેહનુ અલિદાન કરી યોગી પાતાની વિદ્યા સિદ્ધ કરવા ચાહે છે. ઈંદ્રજાળથી નાગનારી બતાવવાથી તુ તા એના વિશ્વાસુ બની ગયા છે પણ એક દુન શિરામણિ યાગી તારે ત્યાગ કરવા ચાગ્ય છે. માટે એ ખલને વિશ્વાસ ન કરતાં હું કહુ' તે સાંભળ. ખળ પુરૂષો પાતાના અલ્પ કાર્ય માટે મહાન પુરૂષાને માં ઉતારે છે. કાઢીચા મક્ષિકાના અભાવ માટે સૂર્યાસ્તને શું નથી ઈચ્છતા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com