Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૩૬૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રતિ કરે છે? તપથી પ્રાપ્ત થનારાં મુક્તીનાં સુખ પોતાને સ્વાધીન હોવા છતાં આ અસાર સંસારમાં કેણ રમે? આ માટે આ રાજ્ય, રમણી, હાથી, ઘોડા અને રથાદિક સર્વને ત્યાગ કરી હું શ્રમણધર્મની ઉપાસના કરવાની ઈચ્છાવાળો થયે છું” સૂરસેન રાજાની વૈરાગ્યમયવાણી સાંભળી રાણી મુક્તાવલી એમાં અનુમતિ આપતી બોલી “હે સ્વામી ! આપની વાણી સત્ય છે. આપે ભેગે પણ ભગવ્યા, મિત્રોને પણ સંતોષ્યા, સામંત વર્ગને ખુશી કર્યા. પુત્ર પણ વૃદ્ધિ પામ્યો. વિશ્વમાં કીર્તિ પણ વિસ્તાર પામી, નર જન્મનાં પુણ્ય ફલ આપે ભોગવ્યા ને હવે જો ચારિત્ર અંગીકાર કરીયે તો જગતમાં આપણને શું નથી પ્રાપ્ત થયું ? )
માટે હે સ્વામી! ક્ષણ માત્ર પણ હવે એ કાર્ય માટે વિલંબ ન કરેસંયમ રૂપી નાવ વડે ભવ સાગર ઉતરી જાઓ, કારણ કે ગુરૂને જેગ પામ દુર્લભ છે. વળી સારા કાર્યમાં વિદને પણ ઘણાં આવે છે.”
: રાણી મુક્તાવલીનાં વચન સાંભળી મંત્રી બોલ્યા, ધમી પુરૂષને કેઈપણ વિન્ન કરી શકતું નથી.” ' રાજાએ ચંદ્રસેન કુમારને શુભમુહૂર્ત પિતાની પાટે સ્થાપન કર્યો, નવા રાજાને શિખામણ આપી. “હે વત્સ! નરકને આપનારા આ રાજ્યમાં આસક્તિ ન રાખવી. કારાગ્રહ સમાન અને પરાધીન એવા રાજ્યને પામી લોચન છતાં માણસ અંધ થઈ જાય છે. સત્તાના મદમાં ભાન ભૂલી જાય છે. વગર મદિરાએ પણ એ રાજ્ય ઉત્પાદન કરનાર છે. તેમજ વગર સાંકળે પણ બંધન જેવું છે માટે તેમાં બહુ મુંઝાઈ જવું નહિ, પ્રજાને પુત્રની માફક પાળવી અને અનીતિ દુરાચારને રાજ્યમાંથી નાશ કરે મંત્રી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat