Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૪૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
અમુક સાધુ તે। સૂત્ર પણ બરાબર વાંચતા નથી. કેટલાક સ્વાધ્યાય વગર પાતાના પ્રમાદમાંજ કાલ વ્યતીત કરે છે. ઝ એ રીતે અનગાર મુનિઓના પ્રતિદિવસ અવવાદ ખેલતાં મુગ્ધ શ્રાવકોનાં મન તેણે સાધુ ધર્મથી ભષ્ટ કરી દ્વીધાં.
એ માહન-સાધુ નિંદક પ્રતિદિવસ સાધુ ધર્મની હીલના કરીને સમય નિ^મન કરતાં તેણે મહા પાપકર્મી ઉપાન કર્યું, એ પાપના જોરે તેને આ ભવમાં મુખપાકના રાગ થયા. એ રાગમાંજ મૃત્યુ પામીને વિધ્યાચળની તળે ટીમાં હાથી થયા. ભિલ્લાએ હાથીને પકડી નગરીમાં વેચ્ચા તેને વણીકાએ ખરીદ કર્યાં. વણીકમહાજને રાજાને અર્પણ કર્યાં. આ ારવીર હાથી યુદ્ધમાં ઉપયાગી થશે એમ જાણી રાજાએ એને વૃદ્ધિ પમાડયા. ભવાંતરના સ્વભાવથી હાથીના ભવમાં પણ તે યતિઓના દ્વેષી થયા. એક દિવસે મનમાં સ્વાધ્યાય કરતા સાધુઓના શબ્દ સાંભળી ક્રોધથી ધમધમતા હાથી આલાન સ્તભ તાડી સાધુઆને હણવાને ઢાડયેા પણ માર્ગમાં એક ખાઇમાં પડયા. જેથી એને દેહુ ભાગી ગયા. એના કુંભસ્થળમાંથી મેતી કાઢવા માટે રાજપુરૂષાએ એનુ મસ્તક ફાડી નાખ્યું આ ધ્યાને ત્યાંથી મરણ પામી રત્નપ્રભા નામે પહેલી નરના અતિથિ થયા. ત્યાં ખુબ પાપનાં ફળ ભાગવી ચેન પક્ષી થયા એ ભવમાં ખુબ પાપ કર્મ કરી વાલુકાપ્રભા નામે ત્રીજી નરક પૃથ્વીમાં ગયા. ત્યાંથી નિકળીને સિંહ થયા. એ ભવમાં ખુબ જીવહિંસા કરી પકપ્રભા નરક પૃથ્વીમાં ગયા ત્યાંથી નિકળી ધનપુર નગરમાં કામલી વણીકના ઘેર પુત્ર પણે ઉત્પન્ન થયા તેનુ' નામ સુમિત્ર,
તે સમયે જીનપ્રિય સાતમા દેવલાકથી આયુક્ષયે તે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com