Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને નેહસંબંધ
૪૪૩
ભૂખ અને તૃષાની વેદનાથી એ કારમે દિવસ પસાર થ, એ પદવીના કષ્ટથી દુઃખિત સુર્ય પણ અસ્ત થવાની . તૈયારી કરતા હતા તે સમયે તેણુને ભાગ્યયોગે કેઈક તાપસીને ભેટે થયે, ભયંકર અરણ્યમાં મનહર અંગવાળી સ્ત્રીને જોઈ તાપસી તેણીને આશ્વાસન આપી પોતાના આશ્રમમાં લઈ ગઈ. આશ્રમની વૃદ્ધ ગુરૂણીએ રાણીને આશ્વાસન આપી એના દુ:ખનું કારણ પૂછ્યું, પટ્ટરાણીએ પોતાની સર્વ કથા કહી સંભળાવી.
વૃદ્ધ તાપસીએ આશ્વાસન આપેલી પટ્ટદેવી ભગવાનનું સ્મરણ કરતી ત્યાં આશ્રમમાં પોતાને સમય વ્યતિત કરવા લાગી. એ વૃદ્ધ તાપસીએ આશ્રમના કુળગુરૂને વાત કરી પ્રિયમતીને પિતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવા જણાવ્યું.
કુલપતિએ કેટલાક વૃદ્ધ તાપની સાથે એક દિવસે પ્રિયમતીને રવાને કરી. ગર્ભને ભારથી ધીરે ધીરે ચાલતી પ્રિયમતી શ્રી પુર નગરમાં આવી, નગરના ઉદ્યાનમાં આરામ લેવા તે સહકારના વૃક્ષ નીચે બેઠી. સમીપે રહેલા જનમંદિરમાં પૂજા સ્તવના જાણી રાણી ન ભુવનમાં, આવી છનેશ્વરને નમી. ભગવાનની સ્તવના કરવા લાગી
તે સમયે જીનસુંદરી નામે શ્રાવિકા આ વિદેશી . સાઘમિકાને જાણ જીનપ્રાસાદથી બહાર નિકળ્યા પછી પૂછયું, “હે બહેન ! તમે કેણ છો? કયાંથી આવે છે? - પ્રિયમતી એને જોઇ રૂદન કરવા લાગી “બહેન ! મારા દુખની શી વાત કહું? ડુસકાં ભરતી ગદગદિત પદદેવી કઇ રૂંધાવાથી કાંઈ બોલી શકી નહિ, તેણીને ધીરજ આપતાં જીનસુંદરી બોલી. “હે ભાગ્યવતી ! આ સંસારનું સ્વરૂપ જ એવું છે જગતમાં નિરતર કેણ સુખી છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com