Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
'એક્વીશ ભવન નેહસંબંધ
૪૫૧
અમે એના પરમાર્થને સમજી શકતા નથી.” માનતુંગ નરપતિએ વચમાં કહ્યું,
“મહારાજાએ અજ્ઞાનરૂપી મદિરાપાન તમને કરાવેલું હેવાથી શાસ્ત્ર વચનને પરમાર્થ તમારાથી સમજાત નથી.” કેવલી ભગવાનનાં વચન સાંભળી કંઈક હસીને રાજશેખર રાજા બોલ્યો
“ભગવન! આપે મહારાજા કહ્યો તો હવે આપ સ્પષ્ટતાથી કહો કે એ મોહરાજા કેણ છે? એને રાજ્યાદિક પરિવાર પણ અમને સમજાવે.”
અવંતીરાજનાં વચન સાંભળી મોહનૃપની વ્યાખ્યા કરતા કેવલી ભગવાન બોલ્યા, “પરમહંત ધર્મરૂપી નરપતિને સુબોધ નામે દૂત સુદર્શન નામે ચુર્ણ તમને આપશે ત્યારે શાસ્ત્રની વાતને સત્ય પરમાર્થ તમારાથી સમજાશે, એ સુબોધ નામે દૂત હવે શીઘ્રતાથી તમારી પાસે આવશે, પણ તે પહેલાં પ્રથમ તમે મોહરાજાનું સ્વરૂપ જરા સાંભળો.
અનેક પ્રકારના આશ્ચર્યથી ભરેલા આ સંસાર રૂપ નગરમાં સુર, અસુર અને નરનાથ પર અખંડિત આજ્ઞા પ્રવર્તાવનાર કર્મ પરિણામ નામે રાજા મોટા વિસ્તારવાળા રાજ્યને : માલિક હતો, તેને કાલપરિણતિ નામે રાણ સ્વામીના સિદ્ધાંતને અનુસરનારી હતી. અનાદિ કાળથી સુખ ભોગવતાં તેમને મોહ નામે કુમાર થયા, ત્રણ જગતપર માટે પ્રભાવ પાડનારે તે સારી આલમ પર પિતાના પરાક્રમથી રાજ્ય કરતા હતા. રાગદ્વેષાદિક તેના સુભ હતા, - મેહ સિવાય બીજાપણ સાત વ્યસન રૂપ સાત કુમાર હતા. પિતા ઉપર ભક્તિવાળા એ પુત્રો નિરંતર ભવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com