Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૩૩ આવ્યું. ત્યાં જાણે શેઠને ખુબ ધન આપી રાજ કર્યો, ત્યાંથી પોતાનું સિદ્ધરસનું તુંબડું લઈ ધનપુર નગરમાં આવ્યું. માતપિતાના ચરણમાં નમી સ્વજન અને જ્ઞાતિજનને માનવા ચોગ્ય થયો રાજાએ પણ તેનો સત્કાર કર્યો
સુમિત્રને યાદ કરતા ગુણધર કાલાંતરે પણ સુમિત્રને ભૂલી શકો નહિ ઉદ્યાનમાં રહેલા જ્ઞાની ગુરૂ સુધર્મ મુનિને એક દિવસે ગુણધર વાંદવા ગયે તે સમયે ગુરૂએ જ્ઞાનથી એને વૃત્તાંત જાણી કહ્યું, “હે સૌમ્ય! મેહથી મૂઢ થયેલાની માફક મિત્રને માટે તું શાક શું કરવા કરે છે? મિત્ર અને શત્રનું સ્વરૂપ તું જાણતા નથી.” એમ કહી જિનપ્રિય અને મોહનને સંપૂર્ણ ભવ તેને કહી સંભળાવ્યા. તે પછી ગુણધર અને સુમિત્ર સુધીની સર્વ કર્મકથા કહી દીધી. પૂર્વભવના અભ્યાસથી આ ભવમાં પણ તારી સાથે તે કપટ મૈત્રીથી રહેતું હતું, તને જંગલમાં સુતે મુકી નાશી ગયે ને તારા સાર્થને માલીક થઈ બેઠો તેમજ સમુદ્રમાં તને નાખી દેવા તૈયાર થયેલ તે પોતે જ સમુદ્રમાં પડી ગયે ' નામે સુમિત્ર છતાં કુમિત્ર એ પાપ બુદ્ધિવાળે તે તને વારંવાર કષ્ટમાં નાખવાના પ્રયત્ન કરતો હતો છતાં ધર્મના પ્રભાવથી તારું અહિત તે કરી શકતો નહિ. જે ધર્મના પ્રભાવથી અનેક આફત તરી પાર થયો છે તે ધર્મમિત્રને જ તું સાચો મિત્ર જાણ, એની સાથે મિત્રાઈ કરી તું ભવસાગર તરી જા જે મૂઢ જીવ ગુરૂ ઉપર દ્વેષ કરે છે તે જ રીબાઈ રીબાઈ અકાળમરણે મરી દુ:ખી દુ:ખી થઇ સંસારમાં રડવડે છે.
પિતાની આજીવિકાના ભયથી મોહને સાધુઓની નિદા કરી અનેક પાપયુક્ત મહાગાઢ મિથ્યાત્વ બાંધ્યું,
૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com