Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૪૩૯
-
-
પરિચ્છેદ ૧૦ મે કુસુમાયુધ અને કુસુમકેતુ
અંગાધિપતિ શ્રી જયરાજા जीयात् संखेश्वरः पार्श्व-नाथो विश्वोपकारकः । भृत-भावी-भवद्भाव-विभासनकभास्वरः ॥९॥
ભાવાર્થ–બધા જગત ઉપર ઉપકાર કરનારા, તેમજ ભૂત, ભાવી અને વર્તમાન કાળના ભાવને જણાવવામાં અદ્વિતીય સૂર્ય સમાન શ્રીસંખેશ્વર પાર્શ્વનાથ જગતમાં જયવંતા વ, જય પામો.
આ ભરતાર્ધમાં અંગદેશની રાજ્યધાની ચંપાનગરી સ્વર્ગપુરી સમાન રમણીય અને મનહર હતી, નગરીના રાજા શ્રીજયે શત્રુઓના સમુહને જીતી પિતાનું શ્રી જય નામ સાર્થક કર્યું હતું. એના અંત:પુરની અનેક રાણીએમાં પ્રિયમતીનામે પટ્ટરાણી હતી. અંગદેશની લક્ષ્મી રમા અને રામાને પ્રાપ્ત કરી નરપતિ શ્રી જય સર્વ રીતે સુખી હતે. | કનકધવજ રાજાને જીવ વિજય વિમાનમાંથી પોતાનું આયુ પૂર્ણ કરી પ્રિયમતીના ઉદરમાં ઉન્ન થયે તે સમયે પટ્ટરાણીએ મને હર સ્વમ જેયું. જાણે કે “સિંહાસન પર બેઠેલી પટ્ટદેવીના મસ્તક ઉપર રાજાએ પોતાને મુગુટ આરેપણ કર્યો
સ્વાવસ્થામાંથી જાગૃત થયેલી રાણીએ રાજા આગળ પ્રાત:કાળે સ્વપ્ત નિવેદન કર્યું, તે સાંભળી રાજાએ કહ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com