Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૪૧૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રણશીઘતાથી આત્મહિત કરે એવા ધર્મનું મારે સેવન કરવું જોઈએ કારણકે સારા ધર્મની સેવા કરનારા તો જગતમાં દુર્લભ હેય છે.
ધર્મના મનોરથ કરતા રાજા સુમંગલ સારા ધર્મની ખેવના કરી રહ્યો હતો, મંત્રીને પૂછી પાખંડીઓ પાસેથી ધર્મ સાંભળવાને તૈયાર થયો હતો તે દરમિયાન વનપાલકે રાજાને વધામણિ આપી. “દેવ! દેવરમણ ઉદ્યાનમાં મૂર્તિ-માન ધર્મસમાન શ્રીસ્વયંપ્રભ નામે સૂરીશ્વર પધાર્યા છે તેમને પ્રાત:કાળે કેવલજ્ઞાન ઉપ્તન્ન થયું છે, જુઓ! આ મહાધા દેવતાઓ તેમના ચરણની સેવામાં લીન થઈ ગયા છે બધું આકાશમંડળ દુંદુભિના નાદવડે છવાઈ ગયું છે. એવા જ્ઞાની ગુરૂ-સૂરિને નમી એમને ઉપદેશ આપને સાંભળવા યોગ્ય છે.”
વનપાલકની અમૃતથી પણ અધિક મીઠી સમયને ઉચિત વાણી સાંભળી રાજા ખુબ પ્રસન્ન થયે તેનાં દારિદ્ર
કરી મોટા પરિવાર અને ચતુરંગી સેના સાથે સરીશ્વરને વાંદવાને ચાલે. ગુરૂ પાસે આવી ગુરૂને નમી તેમની સ્તુતિ કરી બે હાથ જોડી ધર્મ સાંભળવાને બેઠે ગુરૂએ તેમને દેશના આપી. - “હે ભો! અપાર અને મહા ભયંકર આ સંસાર
પી કતારમાં મુક્તિની ઈચ્છા કરનારા પ્રાણીઓને શુદ્ધ "માર્ગ પ્રાપ્ત થ ખુબ દુર્લભ છે. અનેક ઉન્માર્ગમાંથી કોઈક બુદ્ધિમાન શુદ્ધમાર્ગ શોધી કાઢે છે. કારણકે અજ્ઞાની છ બહુધા એ કુમાર્ગોમાં મુંઝાઈને જાળમાં ફસેલાની માફક ગુંચવાઈ જાય છે છતાં શુદ્ધમાગ પ્રાપ્ત કરી શકતો નથી, આ ભવરૂપી અરણ્યમાં શું નથી? જ્યાં શ્રેષરૂપી વ્યા અને રાગરૂપી સિંહ, મેહરૂપી રાક્ષસના પેરેલા કઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com