Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
-
૪૨૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
દીક્ષા લેશે તે મારી આજીવિકા તુટી જશે નો રાજા કિણ જાણે પછી શું કરશે.” એમ વિચારતે કેટલાક દિવસ પછી રાજાની પાસે આવીને કહેવા લાગ્યા. “દેવ! મેં નગરમાં તેમજ બીજે સ્થળે ગુરૂની બહુ શોધ કરી પણ એવા ગુણવાન અને જ્ઞાની ગુરૂ મેં જોયા નહી. કેઈ પરિગ્રહધારી તો કઈ શિથિલાચારી તો કઈ ક્ષાયના ભરેલા. કઇ માયા ૫ટ વૃત્તિથી બાહ્ય આડંબર વાળા જોયા પણ જેમના ચરણ રૂપી યાનપાત્ર વડે સંસાર સમુદ્ર તરી શકાય એવા કે મેં જોયા નહી. માટે હાલમાં તો આપ પુણ્યવાન એવા ગૃહવાસમાં રહે, જ્યાં દાન, શીલ, તપ અને ભાવથી ધર્મ સાધી શકાય છેહું પણ દીક્ષાની ભાવના વાળ છું પણ તેવા ગુરૂના અભાવે દુ:ખે દુખે સંસાર નિભાવી રહ્યા છું”
મોહનના શબ્દો સાંભળી રાજા વિચાર કરવા લાગે અહા ! આ પાપી વ્રતની ઉત્થાપના કરે છે. યતિધર્મ તો મુક્તિની લક્ષ્મી પ્રાપ્ત કરવાનો શીધ્ર ઉપાય છે માટે જીન પ્રિયને પૂછવા દે.” એમ વિચારી મોહનની પાસે જીનપ્રિયને બોલાવી મેહનની વાત અને પિતાનો અભિપ્રાય કહી સંભળાવ્યો, જીનપ્રિય મોહનને ઉદ્દેશી બોલ્યા તુ મોહન છે તે તારું નામ સત્ય છે, કે આ રાજાને પણ તું મુંઝવી નાખે છે. પણ સાંભળ–સાહસિક પુરૂષોને ચપળ ચિત્ત પણ શું કરી શકે તેમ છે? દુર્જય એવા ઈકિયેના વિકારે પણ તેને કાંઈ કરી શકતા નથી. પ્રમાદને ત્યાગ કરી સાવધાન પણે તેઓ વ્રત પાળે છે. સ્વાધ્યાય, ધ્યાન, તપમાં ઉદ્યમવાળા મુનિએનું ચિત્ત કદાપિ ચલાયમાન થતું નથી. અઢાર હજાર શીલાંગ રથના ભારને વહન કરનારા મુનિ એ રથને કયારે પણ અર્ધ માર્ગ છોડતા નથી. કર્મના દોષ થકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com