Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
==
=
૩૭૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હરિવેગનું વચન સાંભળી કુમાર છે . તમારા સરખા સજ્જન પુરૂષનું સૌજન્ય કહેવાને કેણ સમર્થ છે? પરંતુ મારે તે આજે સુવર્ણને સૂર્ય ઉદય પામે. અત્યારનીજ વેલા સુખકારક થઈ કે જે વેલાએ આપણે સમાગમ કરાવ્યું.” - ઘણા સ્નેહવાળા એ બનેને જાણ રાજા સુરપતિ, વિચારમાં પડે છતો બોલ્યો, “અરે! તમારે બનેને આ સ્નેહ સંબંધ ક્યાંથી ?”
એ પ્રશ્નના જવાબમાં હરિવેગે પૂર્વના સમગ્ર ભવ કહી સંભળાવ્યા. કુમારે પણ એ વાતમાં અનુમતિ આપી. એ કથન સાંભળી બ્રાહ્મણથી સંયુક્ત રાજા પણ જૈનધર્મ માં પ્રીતિવાળે થશે. નગરમાં પણ ઉદ્દષણ કરાવી કે જૈન ધર્મ પૃથ્વી ઉપર જયવંત છે.”
એ દરમિયાન રામાનુગ્રામ વિહાર કરતા કેવલી ભગવાન શ્રીગુણસાગર કેવલી એ નગરના ઉદ્યાનમાં સમવસર્યા. તેમના આગમનથી હરીત થયેલા પાદિક સર્વે ગુરૂને વાંદવાને આવ્યા, કેવલી ભગવાનને બધા નમસ્કાર કરી ધર્મ સાંભળવાને બેઠા. ભગવાને પણ પાપને નાશ કરનારી દેશના આપી.
જન્મ, જરા અને મૃત્યુ રૂપી કન્હેલેથી ભયંકર આ સંસાર સમુદ્રમાં આપદારૂપ મગરોથી પીડા પામી રહેલા તમારા સરખા પ્રાણુઓના રક્ષણ માટે સર્વજ્ઞા ભગતવાને કહેલ ધર્મરૂપ નાવ-વહાણજ સમર્થ છે. ચિંતામણિ, કામધેનું, કલ્પવૃક્ષ અને કામકુંભ દુખે કરીને પ્રાપ્ત થયેલી એ વસ્તુઓનું તમે યતનાથી રક્ષણ કરે છે, તે એ થકી પણ અધિક મૂલ્યવાન એવા ધર્મને વિશે ઉદ્યમ કેમ કરતા નથી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com